નિફ્ટીમાં ૫૨૭૬ ઉપર જ રૂખ તેજીની

05 September, 2012 05:28 AM IST  | 

નિફ્ટીમાં ૫૨૭૬ ઉપર જ રૂખ તેજીની

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ગઈ કાલે સુધારા માટે કોઈ જ હકારાત્મક કારણ ન હોવાથી એ માત્ર ટેãક્નકલ હોવાનું માનવું છે અને એ માટે આજ માટે ૫૨૭૬ મહત્વની ટેકાની સપાટી છે, જેની ઉપર બજાર ટકી જાય અને આજે ૫૩૧૦ ઉપર બંધ આપશે તો જ બજારમાં વર્તમાન પ્રતિકૂળ કારણો ડિસ્કાઉન્ટ થઈ ગયાં એમ સમજવું અને બજારમાં સુધારાની પ્રક્રિયા શરૂ થશે. ૫૩૪૨ ઉપર બંધ આવતાં એ ઝડપી બનશે.

હવે ૫૨૭૬ તૂટતાં ૫૨૫૮ની સપાટી તૂટશે અને નીચામાં ૫૨૩૦થી ૫૧૯૦ સુધીનો ઘટાડો શક્ય છે અને એવા સંજોગોમાં બૅન્ક નિફ્ટીમાં વધુ ઘટાડો જોવા મળશે, કારણ કે નિફ્ટી કરતાં બૅન્ક નિફ્ટી વધુ નબળી છે. બૅન્ક નિફ્ટીમાં ૧૦,૦૫૫ નિર્ણયક ટેકાની સપાટી છે. વર્તમાન પ્રવાહી રાજકીય પરિસ્થિતિમાં હવે ૫૨૭૬ની સપાટી તૂટતાં બજારમાં વધુ ખરાબી જોવા મળશે અને વધ-ઘટે ગેનની ટર્નિંગનાં બૉટમ સુધી (૫૧૦૦) ઘટાડો શક્ય છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૪૨૫ નીચે ઘટાડાની ચાલમાં ૧૭,૩૧૦ પાસે વેચાણમાં નફો કરવો અને ૧૭,૪૨૫ ઉપર લેણ વધારવું અને ઉપરમાં ૧૭,૫૩૦ પાસે વેચવું. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૨૫૮થી ૫૨૪૦ વચ્ચે ૨૦ પૉઇન્ટના જોખમે તેજીનો વેપાર ગોઠવવો અને ૫૨૭૫ અને ૫૨૯૩ ઉપર વધારવો તથા ઉપરમાં ૫૩૩૦ પાસે ૭૦ ટકા વેચવું.