નિફ્ટીમાં ૫૨૮૫ ઉપર રૂખ તેજીની

03 September, 2012 05:47 AM IST  | 

નિફ્ટીમાં ૫૨૮૫ ઉપર રૂખ તેજીની

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

વીતેલું સપ્તાહ ૩૫મું હોવાથી એનાં ઊંચા-નીચા ભાવો હવે વર્ષ આખર સુધી મહત્વના હોવાથી જેમાં આ નીચા ભાવો તૂટે એમાં લેણ સરખું કરી ફરી એની ઉપર સળંગ બે બંધ આવે ત્યારે દાખલ થવું. વર્તમાન સંજોગોમાં હમણાં વીતેલા સપ્તાહના ઊંચા ભાવના સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. બીજી મહત્વની બાબતમાં અત્યાર સુધી મજબૂત રહેલાં ફાર્મા, આઇટી સિમેન્ટ તેમ જ એફએમસીજી સેક્ટરમાં પણ નફો કરવાની સલાહ છે અને ઉપર જણાવેલા ઊંચા ભાવો ઓળંગાય તો જ ફરી લેણ કરવું જેનો સ્ટૉપલૉસે સપ્તાહના બંધ ભાવનો રાખવો. નવા સપ્તાહમાં ૪થીનું વર્કિંગ અગત્યનું સમજવું અને નિફ્ટીમાં ૫૩૨૧ ઉપર જ બજારમાં સુધારાની ચાલ જોવા મળશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ઉપર જણાવેલા ૧૭,૪૨૫ નીચે ૧૭,૩૩૦ તૂટતાં ૧૭,૨૦૬થી ૧૭,૦૩૦ સુધીનો ઘટાડો, જ્યારે ૧૭,૫૧૦ કુદાવતાં ૧૭,૬૮૦ સુધીના ઉછાળામાં વેચવું. નિફ્ટીમાં ૫૩૨૧ નિર્ણાયક સપાટી છે જેની નીચે ૫૨૮૫ ટેકાની સપાટી છે જે તૂટતાં ૫૨૫૮થી ૫૨૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૫૩૨૧ ઉપર ૫૩૫૫થી ૫૩૭૮ સુધીનો ઉછાળો શક્ય છે.

એસીસી

૧૩૨૮ના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. નીચામાં ૧૨૯૪ તૂટતાં ૧૨૮૦નો ભાવ.

તાતા મોટર્સ

લાર્સન

૧૩૬૫ નીચે વેચીને વેપાર કરવો. નીચામાં ૧૩૨૯ તૂટતાં ૧૩૦૫ સુધીનો ભાવ આવશે.

ટીસીએસ

૧૩૫૮ નીચે ૧૩૭૦ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં હવે ૧૩૨૫ તૂટતાં ૧૨૯૦નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૧૮૬૩ નીચે મંદી રૂખે ૧૮૨૮થી ૧૮૧૦નો ભાવ. ૧૮૬૫ કુદાવતાં ૧૮૮૨થી ૧૯૨૦નો ભાવ.