નિફ્ટીમાં ૫૩૬૩ નીચે જ રૂખ મંદીની

29 August, 2012 06:40 AM IST  | 

નિફ્ટીમાં ૫૩૬૩ નીચે જ રૂખ મંદીની

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

સોમવારના લેખમાં જણાવ્યા મુજબ ૨૮મી મહત્વની ટર્નિંગ તેમ જ એ દિવસના નીચા ભાવો વધુ મહત્વના હોવાથી આજે ૨૮મીના નીચા ભાવોના સ્ટૉપલૉસે જ તેજીનો વેપાર જાળવવો તેમ જ નવો ગોઠવવો અને ૨૮મીના ઊંચા ભાવો પર વધારવો. બૅન્ક નિફ્ટીમાં અગાઉ ૧૦,૦૫૫ના બૉટમ વખતે ૧૦,૦૮૦ બંધ હતું જેની સામે આ વખતે ૧૦,૦૪૦ વખતે બંધ ૧૦,૦૯૦ રહ્યું છે એ જોતાં હવે ૧૦,૦૫૫ ઉપર ૧૦,૦૪૦ના સ્ટૉપલૉસે લેણ કરવું. ગઈ કાલે વધ-ઘટ સંકળાઈ ગઈ છે એ જોતાં પ્રથમ કલાકમાં બૅન્ક નિફ્ટીમાં ૧૦,૦૪૦ની સપાટી નહીં તૂટે તો દિવસ દરમ્યાન બજારમાં સુધારાની શક્યતા વધી જશે. એક્સ્પાયરીને ધ્યાનમાં લેતાં હજી અફરાતફરીને અવકાશ છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૭૧૫ નીચે રૂખ મંદીની રહેશે અને નીચામાં ૧૭,૪૯૦ તૂટતાં ૧૭,૨૯૦, પરંતુ ૧૭,૭૨૦ ઉપર ૧૭,૮૦૦થી ૧૭,૯૫૦ સુધીનો ઉછાળો. નિફ્ટીમાં ૫૩૬૩ નીચે ૫૩૨૩થી ૫૩૦૦ સુધીના ઘટાડાની શક્યતા છે, જ્યારે ૫૩૬૩ ઉપર ૫૩૯૦ અને એની ઉપર ૫૪૧૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

તાતા સ્ટીલ

૩૭૨ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં ૩૮૧ ઉપર ૩૯૬ સુધીનો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૩૨૪ ઉપર ૩૨૧ના સ્ટૉપલૉસે લેણ કરવું. ઉપરમાં ૩૩૩ ઉપર ૩૪૧ પાસે વેચવું.

રિલાયન્સ

૭૮૧ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૮૦૩ પાસે થોડો નફો કરવો. ૮૦૩ ઉપર આમાં તેમ જ બજારમાં ઉછાળો જોવા મળશે.

બાટા ઇન્ડિયા

૮૬૭ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ઉપરમાં ૮૮૮થી ૮૯૩ વચ્ચે વેચવું.

ઇન્ફોસિસ

૨૪૧૫થી ૨૪૪૫ ટ્રેડિંગ રેન્જ છે. જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ ૪૦ રૂપિયાની ચાલ જોવા મળશે.