નિફ્ટીમાં ૫૩૫૫ ઉપર જ રૂખી તેજીની

21 August, 2012 05:35 AM IST  | 

નિફ્ટીમાં ૫૩૫૫ ઉપર જ રૂખી તેજીની

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

વીતેલા સપ્તાહ દરમ્યાન નીચા મથાળેથી બૅન્ક નિફ્ટીમાં જોવા મળેલા ઉછાળાથી તેમ જ આઇટી, એફએમસીજી, ઑટો અને રિલાયન્સમાં મજબૂતાઈ પાછળ બજારમાં સેન્ટિમેન્ટ સુધારાતરફી થયું હતું અને નિફ્ટી ૫૪૨૩ અને બૅન્ક નિફ્ટીમાં ૧૦,૬૪૦ આસપાસની સપાટી જોવા મળી હતી, પરંતુ શુક્રવારે કૅગ (કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ)ના રિપોર્ટમાં કોલસા, એવિયેશન તેમ જ રિલાયન્સ પાવર મળીને ૩ લાખ ૮૬ હજાર કરોડ રૂપિયાનાં કૌભાંડ જાહેર થતાં સૂચક અંકોમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્ટિમેન્ટ ખરડાયું છે. સરકાર સમક્ષ આ અહેવાલને રદિયો આપ્યા સિવાય કોઈ વિકલ્પ નથી, પરંતુ આ આક્ષેપને પગલે વર્તમાન સત્રમાં સરકાર કોઈ સુધારાતરફી પગલાં લઈ નહીં શકે તેમ જ કૌભાંડમાં રિલાયન્સ પાવરનો પણ ઉલ્લેખ હોવાથી રિલાયન્સમાં જે સુધારો જોવા મળ્યો હતો એમાં બ્રેક લાગતાં નિફ્ટીની આગેકૂચ અટકવાની શક્યતા છે. ટેક્નિકલી નિફ્ટીમાં ૫૩૬૪ ઉપર રૂખ તેજીની બને છે, પરંતુ ઉપરના સંજોગો જોતાં હવે ૫૩૬૪ નીચે બંધ આવતાં એમાં ૧૦૦થી ૧૫૦ પૉઇન્ટનો ઝડપી ઘટાડો જોવા મળશે.

નિફ્ટીમાં મંગળવારનું વર્કિંગ મહત્વનું છે. મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૬૩૦ ઉપર સુધારાની ચાલમાં ૧૭,૭૦૫થી ૧૭,૮૦૦ સુધીનો સુધારો, જ્યારે ૧૭,૬૨૦ નીચે ૧૭,૫૪૦થી ૧૭,૩૯૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૩૫૫ ઉપર ૫૩૯૫થી ૫૪૧૦ સુધીના ઉછાળામાં વેચવું. નીચામાં ૫૩૨૦ તૂટતાં ૫૨૭૭થી ૫૨૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૮૦૭ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૮૨૩ ઉપર ૮૩૪ જ્યારે ૮૦૩ તૂટતાં ૭૮૮નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૧૯૩૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૮૮૦ તૂટતાં ૧૮૬૦થી ૧૮૩૦નો ભાવ.

મારુતિ

૧૧૬૭થી ૧૧૮૪ ટ્રેડિંગ રેન્જ. ૧૧૬૫ તૂટતાં ૧૧૪૮નો ભાવ.

ટીસીએસ

૧૨૬૮ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૧૨૮૬થી ૧૨૯૮નો ભાવ. ૧૨૬૫ તૂટતાં ૧૨૪૦નો ભાવ.

ટાઇટન

૨૨૪ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૨૧૭ તૂટતાં ૨૧૦નો ભાવ.