નિફ્ટીમાં ૮૨૯૬ ઉપર રૂખ તેજીની

30 December, 2014 03:32 AM IST  | 

નિફ્ટીમાં ૮૨૯૬ ઉપર રૂખ તેજીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

બજારમાં ક્રિસમસ વેકેશન જણાઈ રહ્યું છે અને મોટા ખેલાડીઓની ગેરહાજરીમાં ઓછા વૉલ્યુમે નાની રેન્જમાં આજે પણ અથડાઈ જવાની ધારણા છે સિવાય કે અમેરિકન બજારોમાં અસાધારણ વધઘટ થાય કે સરકાર તરફથી કોઈ સાનુકૂળ જાહેરાત આવે. આજના માટે ૮૨૯૦થી ૮૩૩૦ની ટ્રેડિંગ છે અને જે તરફ બ્રેકઆઉટ આવશે તે તરફ ૫૦ રૂપિયાની ચાલ જોવાશે.

શૅરબજાર આંકમાં ૨૭૩૪૦ નજીકની ટેકાની સપાટી છે જેની નીચે ૨૭૧૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૨૭૫૨૦ પ્રતિકારક સપાટી છે. નિફ્ટીમાં ગેનની ટર્નિંગનું ટૉપ ૮૩૭૨ છે જેની નીચે વેચીને વેપાર કરવાની સલાહ છે. નીચામાં ૮૨૯૬ તૂટતાં ૮૨૬૫થી ૮૨૨૦ સુધીનો ઘટાડો.

ACC

૧૪૦૫ નીચે ૧૪૧૩ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૩૯૬ તૂટતાં ૧૩૮૩.

તાતા સ્ટીલ

૪૦૧ ઉપર લઈને વેપાર કરવો. ઉપરમાં હવે ૪૧૦ કુદાવતાં ૪૨૧નો ભાવ.

હીરો મોટર્સ

૩૧૩૫ ઉપર સુધારામાં ૩૧૮૦ પાસે વેચવું. ૩૧૩૦ નીચે ૩૧૧૦થી ૩૦૭૫ સુધીનો ઘટાડો.

રિલાયન્સ

૮૯૩ ઉપર લઈને વેપાર કરવો. હવે ૯૦૫ કુદાવતાં ૯૧૮થી ૯૩૦ સુધીનો ઉછાળો.

ઇન્ફોસિસ

૧૯૪૦ના સ્ટૉપલૉસે ૧૯૫૩ ઉપર લેણ જાળવી ઉપરમાં ૧૯૯૫ પાસે વેચવું.