નિફ્ટીમાં ૮૨૬૦ ઉપર જ રૂખ તેજીની

29 December, 2014 03:40 AM IST  | 

નિફ્ટીમાં ૮૨૬૦ ઉપર જ રૂખ તેજીની



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

શુક્રવારના રોજ ઊંચા બદલાના કારણે બજાર આગલા બંધ કરતાં ઊંચું ખૂલ્યા બાદ નફારૂપી વેચવાલીએ ઝડપી ઘટાડા બાદ સાંકડી વધઘટે બજાર સાધારણ સુધારાએ બંધ રહ્યું છે. બજાર બંધ થયા પછી રિઝર્વ બૅન્કના ગવર્નરનું નિવેદન કે વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય કોઈ દબાણ કે ઉતાવળે નહીં લેવાય એની અસર બૅન્ક નિફ્ટી પર પ્રતિકૂળ થવાની શક્યતા છે. એ જોતાં બૅન્ક નિફ્ટીમાં હવે શુક્રવારની ઊંચી સપાટી ઓળંગાય તો જ એમાં અને બજારમાં તેજીનો વેપાર કરવો. વ્યક્તિગત શૅરોમાં ૨૦-૨૪ દરમ્યાન જોવાયેલા ઊંચા-નીચા ભાવો ધ્યાનમાં લઈ વેપાર કરવો.

નવા સપ્તાહમાં ૨૦૧૪નો અંત ૨૦૧૫નો આરંભ થયો હોવાથી પહેલીનું વર્કિંગ મહત્વનું સમજવું અને એમાં ૨૪મીના નીચા ભાવના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો. બજારમાં સુધારાની ચાલ ૮૩૨૦ ઉપર બંધ આવ્યા પછી શરૂ થશે.

શૅરબજાર આંકમાં ૨૭,૩૧૨થી ૨૭,૩૯૦ પ્રતિકારક ઝોન છે, જેની ઉપર ૨૭,૫૧૦ જ્યારે ૨૭,૩૧૦ નીચે ૨૬,૯૬૦ સુધીનો ઘટાડો જોવાશે. નિફ્ટીમાં ૮૨૪૬થી ૮૩૨૫ની ટ્રેડિંગ રેન્જ છે, જેની ઉપર ૮૩૭૨ જ્યારે નીચામાં ૮૨૧૦ તૂટતાં ૮૧૬૦ સુધીનો ઘટાડો જોવાશે.

બૅન્ક નિફ્ટી

૧૮,૬૨૦ ઉપર જ સુધારાની ચાલમાં ૧૮,૮૮૦ પ્રતિકારક સપાટીના સ્ટૉપલૉસે વેચવું. ૧૮,૬૦૦ નીચે ૧૮,૪૮૦થી ૧૮,૧૭૦ સુધીનો ઘટાડો.

ACC

૧૩૯૦ ઉપર ૧૪૧૭થી ૧૪૨૦ વચ્ચે વેચવું. ૧૩૮૭ નીચે ૧૩૭૧થી ૧૩૬૦ સુધીનો ઘટાડો.

ટાટા સ્ટીલ

૩૯૬ ઉપર ૪૦૫થી ૪૨૦નો ભાવ નીચામાં ૩૮૭ તૂટતાં ૩૮૦નો ભાવ.

મારુતિ

૩૩૬૦ નીચે ૩૩૭૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૩૩૪૭ નીચે ૩૩૦૫.

અરબિંદો

૧૦૯૪ નીચે ૧૧૦૧ના સ્ટૉપલૉસે વેચવું. ૧૦૯૦ તૂટતાં ૧૦૬૦થી ૧૦૩૮.