નિફ્ટીમાં ૫૮૭૪ ઉપર જ રૂખ તેજીની

28 December, 2012 06:13 AM IST  | 

નિફ્ટીમાં ૫૮૭૪ ઉપર જ રૂખ તેજીની



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

રિલાયન્સમાં ૮૨૨ તૂટતાં પસંદગીના શૅરોમાં ઘટવાની ઝડપ વધી હતી. સૂચક અંકોમાં બુધવારની ઊંચી સપાટી પાસે જ બજાર અટકતાં બુધવારના રોજ જ તેજીનું રોલઓવર પત્યાનો સંકેત હતો જે ૫૮૯૫ તૂટતાં પાકો થયો.

ગુરુવારે રાત્રે યુએસમાં ફાયનૅન્શિલ ક્લિફના પરિણામની અસરરૂપે પ્રથમ કલાકમાં વધઘટ જોવાશે. ૨૦મીની ઊંચી સપાટી કોઈ પણ સૂચક અંકોમાં ઓળંગાઈ નથી એ ઉછાળે સાવચેતીનું વલણ સૂચવે છે અને હવે જાન્યુઆરી વલણમાં સટ્ટો ગોઠવાતાં પહેલાં થોડો વખત નિફ્ટી ફ્યુચર ૫૮૨૦થી ૫૯૩૦ વચ્ચે ઘૂંટાવાની શક્યતા છે એ જોતાં ૫૮૭૪ને નિર્ણાયક સપાટી સમજી વેપાર ગોઠવવો. નવા વલણમાં ૩૧મીથી ૩ જાન્યુઆરી દરમ્યાન બજારમાં ઉછાળાની સંભાવના જોતાં આજના ઘટાડામાં લેવાની તક ઝડપવી.

શૅરબજાર આંક ૧૯૩૩૦થી ૧૯૩૮૦ સપોર્ટ ઝોન છે જેની નીચે ૧૯૨૫૦ ટેકાની સપાટી છે. ૧૯૪૫૦ પાસે વેચીને વેપાર કરવો.

નિફ્ટી ૫૮૭૪ નીચે ૫૮૫૧થી ૫૮૨૭ સુધીના ઘટાડામાં લેવું, જ્યારે ૫૮૯૨ ઉપર લેણ કરવું અને ૫૯૨૦ પાસે વેચવું.

બૅન્ક નિફ્ટી

૧૨૫૨૦ નિર્ણાયક અને ૧૨૫૭૦ પ્રતિકારક સપાટી છે. ૧૨૪૮૫ નીચે ૧૨૪૫૨થી ૧૨૪૨૦ વચ્ચે તેજીનો વેપાર ગોઠવવો.

તાતા કૉફી

૯૮૦ નીચે વેચીને વેપાર કરવો. હવે ૯૬૭ તૂટતાં ૯૫૧નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૨૦મીનો ઊંચો ભાવ ૪૮૪ કુદાવતાં ૪૭૬ના સ્ટૉપલૉસે લેણ વધારવું. ઉપરમાં ૫૦૭થી ૫૧૩ પાસે નફો કરવો.

તાતા મોટર્સ

૩૦૪ ઉપર લઈને વેપાર કરવો અને ૩૧૪ ઉપર ૩૨૨ સુધીના ઉછાળામાં નફો કરવો.

ઍક્સિસ બૅન્ક

૧૩૪૮ ઉપર રૂખ તેજીની અને ૧૩૬૫ ઉપર ૧૩૮૭ સુધીના ઉછાળામાં વેચવું.?