નવા વર્ષમાં નિફ્ટીમાં ૬૮૧૨-૮૮૨૦ની રેન્જ

23 October, 2014 04:16 AM IST  | 

નવા વર્ષમાં નિફ્ટીમાં ૬૮૧૨-૮૮૨૦ની રેન્જ


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

આપણામાં એક પ્રચલિત ઉક્તિ છે - મોસાળમાં જમણ અને મા પીરસનાર પછી જોઈએ શું. બરાબર એ મુજબ ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે થોડા સમયથી છે. એમાં આ વર્ષે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની છલાંગ મારનાર હોય ત્યારે વાર્ષિક આગાહીઓમાં સેન્સેક્સ ૨૯,૯૦૦થી ૩૧,૦૦૦ અને નિફ્ટી ૮૬૦૦થી લઈને ૧૦,૦૦૦, ૧૦,૪૦૦ સુધી થાય એ સ્વાભાવિક છે, પરંતુ મુક્ત વૈશ્વિક અર્થતંત્રમાં બધું ધાર્યા મુજબ નથી થતું!

નવા વર્ષમાં બૅન્કિંગ, ઇન્ફ્રા, ફાર્મા, એન્ટરટેઇનમેન્ટ, એન્જિનિયરિંગ અને છેલ્લે પાવર સેક્ટરમાં રોકાણયોગ્ય શૅરો નીચે મુજબ છે.

બૅન્કિંગ સેક્ટર : પ્રાઇવેટ સેક્ટરમાં ઍક્સિસ, યસ બૅન્ક, ઇન્ડસઇન્ડ તેમ જ ICICI; જાહેર ક્ષેત્રમાં સ્ટેટ બૅન્ક, બરોડા, પંજાબ નૅશનલ બૅન્ક અને અલાહાબાદ.

ફાર્મા : લુપિન, અરવિંદો, સનફાર્મા અને સ્ટ્રાઇડ આર્કોલૅબ.

ઇન્ફ્રા :  IRB, DB રિયલ્ટી, IB રિયલ તેમ જ રિલાયન્સ ઇન્ફ્રા.

એન્જિનિયરિંગ : લાર્સન, સીમેન્સ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ અને ભારત ફૉર્જ.

રિલાયન્સ ગ્રુપ : આ વખતે આ ગ્રુપ આઉટ-પર્ફોર્મ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કૅપિટલ અને રિલાયન્સ ઇન્ફ્રા.

એન્ટરટેઇનમેન્ટ : ઝી ટેલિ, TV 18 અને NDTV.

ઑટો : મારુતિ, મહિન્દ્ર અને તાતા મોટર્સ (DVR)

મિડ કૅપ શૅરોમાં ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ, મારિકો, કાયા સિન્ટેક્સ, ફિનોલેક્સ કેબલ તેમ જ વૉલ્ટાસ.

પોર્ટફોલિયોમાં કાયમ રાખવા જેવા સદાબહાર શૅરોમાં ITC, કોલ ઇન્ડિયા, લાર્સન, ONGC, તાતા કેમિકલ્સ, એશિયન પેઇન્ટ્સ અને IDFC.

શૅરબજારમાં રોકાણયોગ્ય શૅરો કયા ભાવે અને ક્યારે લેવા એ અગત્યનું હોય છે. વર્ષ માટેના નિર્ણાયક સમય નીચે મુજબ છે.

(૧) દિવાળી મુરત (૨) ૭થી ૧૧ નવેમ્બર (૩) ૨૬ ડિસેમ્બર (૪) ૧૦ જાન્યુઆરી (૫) બજેટ સત્ર.

આ ઉપરાંત ૧-૧-૧૫થી ગણતાં દર પાંચમા અને સાતમા સપ્તાહના ઊંચા-નીચા ભાવો.

નવા વર્ષમાં સૂચક અંકોનાં અગત્યનાં લેવલો

શૅરબજાર આંક : ૨૫૫૦૭ ઉપર ૨૬૬૭૪, ૨૮૭૫૫, ૩૧૦૫૧

નિફ્ટી ફ્યુચર : ૭૫૫૫ ઉપર ૭૮૮૦, ૮૨૦૦, ૮૭૫૦, ૮૮૨૦; ૭૫૫૫ નીચે ૭૩૪૫-૬૮૧૨.

બૅન્ક નિફ્ટી : ૧૬૩૬૫ ઉપર ૧૬૭૬૦, ૧૬૯૭૦, ૧૮૮૫૦; ૧૬૩૬૫ નીચે ૧૬૧૯૦, ૧૫૯૩૦, ૧૫૦૪૨, ૧૪૭૯૦.