નિફ્ટીમાં ૪૭૩૫ ઉપર જ રૂખ તેજીની

23 December, 2011 06:59 AM IST  | 

નિફ્ટીમાં ૪૭૩૫ ઉપર જ રૂખ તેજીની



(સ્ક્રિપ-સ્કોપ-ભરત દલાલ)

૨૦મીથી શરૂ થયેલા ગેનની ટર્નિંગના પ્રથમ દિવસે બૉટમ બનાવી બજાર સુધરતું રહ્યું છે અને રોજ નવા ઊંચા ભાવ દર્શાવે છે એ પ્રક્રિયાનો આજે ગેનની ટર્નિંગના છેલ્લા દિવસે અંત આવશે અને સોમવારે આજના ઊંચા ભાવ પર તેજીનું તોફાન જોવા મળશે. ગુરુવારે ૫૬૪૦ની સપાટી તૂટ્યા વગર ૪૬૯૦ કુદાવતાં ઉપરમાં ૫૭૫૫ સુધીના ઉછાળાની શક્યતા જણાવી હતી એ મુજબ ૫૭૫૮ થઈ ૫૭૪૩ બંધ રહી છે. એક્સ્પાયરી પહેલાં નિફ્ટી અને બૅન્ક નિફ્ટીમાં તેજીનું તોફાન જોતાં નવા સપ્તાહમાં તેજી જોખમી લાગે છે માટે તેજી અને મંદી બન્ને ધ્યાનવાળાને ૪૭૦૦નું પુટ ઑપ્શન ખરીદવાની સલાહ છે અને એમ કરતાં અફરાતફરીના માહોલમાં મોટી નુકસાનીથી બચી શકાશે. વર્તમાન ઉછાળો છેતરામણો અને એની આવરદા ઓછામાં ઓછી ગુરુવાર અને વધુમાં વધુ સોમવાર સુધી રહેવાની શક્યતા અગાઉથી જ જણાવી હતી એ મુજબ હવે નવી લેવાલીમાં સાવચેતી જરૂરી છે. યુરોની ઘટના પર ધ્યાન આપવાને બદલે યુપી અને યુપીએના ઘટનાક્રમ પર નજર રાખો.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૫,૬૬૦ ઉપર રૂખ  તેજીની. ઉપરમાં ૧૫,૭૬૦ ઉપર ૧૫,૯૧૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૫,૬૦૦ તૂટતાં ૧૫,૪૦૦ સુધીનો ઘટાડો. નિફ્ટી ૪૭૩૫ ઉપર જ લઈને વેપાર કરવો અને ઉપરમાં ૪૭૭૦થી ૪૭૯૫ વચ્ચે નફો કરવો. નવું લેવાનું ૪૮૨૦ ઉપર જ રાખવું. ૪૭૨૦ તૂટતાં ૪૬૭૦, ૪૬૩૦ અને છેલ્લે ૪૫૯૯.

ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ

૧૭૮ જ નિર્ણાયક સપાટી છે. ઉપરમાં ૧૮૧થી ૧૮૪ વચ્ચે નફો કરવો. ૧૭૩ તૂટતાં ૧૬૮.

ટીટીકે પ્રેસ્ટિજ

૨૬૩૫ નજીકની પ્રતિકારક સપાટી છે. ૨૫૯૮ નીચે ૨૫૭૩, ૨૫૪૦ અને છેલ્લે ૨૫૧૦ સુધીનો ઘટાડો.

ગ્રાસિમ

૨૪૦૨ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૨૪૨૫નો ભાવ. જ્યારે ૨૩૮૫ તૂટતાં ૨૩૬૦નો ભાવ.

ટીસીએસ

૧૧૬૩ નીચે રૂખ મંદીની. નીચામાં ૧૧૮૪ નીચે ૧૧૩૪થી ૧૧૧૮નો ભાવ.

વીઆઇપી

૯૧ નજીકની પ્રતિકારક સપાટી છે, જેની ઉપર ૯૪થી ૧૦૨નો ભાવ. તેજીધ્યાને ૮૨નો સ્ટૉપલૉસ રાખવો.