નિફ્ટીમાં ૮૧૫૦ નીચે જ રૂખ મંદીની

17 December, 2014 03:38 AM IST  | 

નિફ્ટીમાં ૮૧૫૦ નીચે જ રૂખ મંદીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ગઈ કાલે ઘટાડા માટે ચીનમાં આર્થિક અંકુશો મુકાયા બાદ રશિયા દ્વારા પણ ધિરાણ દરોમાં ૭ ટકા જેટલો તીવ્ર વધારો તેમ જ ડૉલર સામે રૂપિયો વધુ નબળો પડતાં એની પણ સેન્ટિમેન્ટ પર વિપરીત અસર થઈ હતી. બપોર પછી બજાર સ્થિર થઈ રહ્યું હતું. ત્યાં પાકિસ્તાનમાં સ્કૂલ પર આતંકવાદીઓના હુમલાને પગલે ફરી વેચવાલીના દબાણે ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં નીચા મથાળે નવી લેવાલીના અભાવે બજારમાં સુધારો જોવાતો નથી. હવે એક્સ્પાયરીને માત્ર ૬ દિવસ બાકી હોવાથી બજારમાં સુધારા કરતાં ઘટાડાની શક્યતા વધુ છે, કારણ કે આ વખતે બજારનો દોર મંદીવાળાના હાથમાં છે અને પ્રવર્તમાન સંજોગો પણ તેજી માટે પ્રતિકૂળ છે.

શૅરબજાર આંકમાં ૨૬૭૮૦ નીચે ૨૬૬૧૦થી ૨૬૫૪૦ સુધીનો ઘટાડો જોવાશે. ૨૬૯૧૦ ઉપર સુધારાની ચાલમાં ૨૭૧૦૦થી ૨૭૩૦૦. નિફ્ટીમાં ૮૧૪૦થી ૮૧૭૦ પ્રતિકારક ઝોન છે. નીચામાં હવે ૮૧૦૦ની સપાટી તૂટતાં ૮૦૬૫ સુધીનો ઘટાડો જોવાશે.

ICICI

૩૩૯ નીચે ઉછાળે વેચવાલી જોવાશે. નીચામાં ૩૨૬થી ૩૨૧ વચ્ચે લેવું.

બૅન્ક ઑફ બરોડા

૧૦૨૬ નીચે ૧૦૩૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૧૦૦૫ તૂટતાં ૯૮૮, ૯૭૦.

રિલાયન્સ કૅપિટલ

૪૯૧ નીચે ઘટાડાની ચાલમાં ૪૭૩ નીચે ૪૬૨થી ૪૪૮નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૩૦૦ નીચે ૨૮૨ સુધીના ઘટાડામાં લેવું. ઉપરમાં ૩૦૫ ઉપર તેજીનો ઉછાળો.

રિલાયન્સ

૨૦૧૪નો નંબર - વન અન્ડરપર્ફોર્મર! ૮૬૯ નીચે ૮૫૫થી ૮૪૬ જ્યારે ૮૭૮થી ૮૯૨ પ્રતિકારક સપાટી.