નિફ્ટીમાં ૪૮૫૩ નીચે રૂખ મંદીની

23 November, 2011 09:10 AM IST  | 

નિફ્ટીમાં ૪૮૫૩ નીચે રૂખ મંદીની



(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

આજે પણ રોલઓવરને પગલે સામાન્ય સુધારાની શક્યતા છે જેમાં તેજીનો વેપાર રોલઓવર કરવાને બદલે સરખો કરી નવો વેપાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરવાની સલાહ છે. આજનું વર્કિંગ મહત્વનું છે અને ગુરુવારના રોજ આજની ઊંચી સપાટીના સ્ટૉપલૉસે વેચવું. એક નિયમ મુજબ વક્કર જે ઘટવાતરફી છે એની વિરુદ્ધ બજાર બે દિવસ (૨૨-૨૩) જાય પછી પાછું વક્કરને જ અનુસરે છે એ મુજબ ૨૩મીની નીચી સપાટી તૂટતાં ઝડપી ઘટાડાની શક્યતા છે. આજ માટે ૪૮૫૩ નિર્ણાયક સપાટી છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૨૧મીથી સંસદનું શિયાળુસત્ર શરૂ થતાં પ્રતિકૂળ કારણોમાં એકનો વધારો થયો છે. ૧૬,૦૮૦થી ૧૬,૧૯૮ની ટ્રેડિંગ રેન્જ છે અને ઉપરમાં ૧૬,૩૨૬ મુખ્ય પ્રતિકારક સપાટી છે. ૧૫,૯૫૦ તૂટતાં ગભરાટ જોવા મળશે. નિફ્ટી ૪૮૧૦ ટેકાની સપાટી છે જ્યારે ઉપરમાં ૪૮૫૩થી ૪૮૮૦ વચ્ચે લેણમાં નફો કરવો. ૪૮૧૦ નીચે ૪૭૫૫ મહત્વની સપાટી છે.