નિફ્ટી ફ્યુચર્સ ૪૬૫૦ નીચે નવેમ્બર સેટલમેન્ટમાં જાય એવું નથી લાગતું

22 November, 2011 10:05 AM IST  | 

નિફ્ટી ફ્યુચર્સ ૪૬૫૦ નીચે નવેમ્બર સેટલમેન્ટમાં જાય એવું નથી લાગતું



(જલદીપ વૈષ્ણવ)

મુંબઈ, તા. ૨૨

નિફ્ટી નવેમ્બર ફ્યુચર ઓપન ઇન્ટરેસ્ટમાં ૯ લાખનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ડિસેમ્બર ફ્યુચર ઓપન ઇન્ટરેસ્ટમાં ૩૩ લાખ શૅરનો વધારો જોવા મળ્યો હતો, જે ડિસેમ્બર ફ્યુચરમાં શૉર્ટ પોઝિશન બિલ્ડ-અપ સૂચવે છે.

નિફ્ટી ઑપ્શનમાં મહત્તમ ઓપન ઇન્ટરેસ્ટ ચાલુ મહિનામાં ૫૧૦૦, ૫૪૦૦ અને ૫૨૦૦ના કૉલમાં જોવા મળે છે અને પુટ સાઇડ ૪૭૦૦ અને ૪૮૦૦માં જોવા મળે છે તથા નેક્સ્ટ મન્થમાં ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ-અપ ૫૦૦૦ના કૉલમાં અને ૪૮૦૦ના પુટમાં જોવા મળે છે, જે એક્સ્પાયરી ૫૦૦૦ અને ૪૭૦૦ વચ્ચે આવે એવું સૂચવે છે. વૉલેટિલિટી સૂચકાંક ઇન્ડિયા વિક્સમાં ૭.૧૫ ટકાનો અસાધારણ વધારો જોવા મળ્યો હતો. પરિણામે બહુ મોટી વધઘટ આગામી દિવસોમાં જોવા મળશે. હાલના પોઝિશન બિલ્ડ-અપ પરથી એક્સ્પાયરી ૪૬૫૦ની નીચે જાય એવું લાગતું નથી.

સ્ટૉક ફ્યુચર્સમાં ચંબલ ફર્ટિલાઇઝર, પાવર ટ્રેડિંગ કૉર્પોરેશન, અલાહાબાદ બૅન્ક, રિલાયન્સ કૅપિટલ અને વિજયા બૅન્કમાં શૉર્ટ પોઝિશન બિલ્ડ-અપ સૂચવે છે. જ્યારે પૅન્ટૅલૂન, ડિશ ટીવી, આઇડિયા, હીરો, મોટર, લાર્સનમાં લૉન્ગ પોઝિશન બિલ્ડ-અપ સૂચવે છે. નેક્સ્ટ વલણથી પાંચ શૅરો ગીતાંજલિ, ગ્રેટ ઑફશૉર, જિન્દાલ સાઉથ વેસ્ટ, કિંગફિશર અને કે. એસ. ઑઇલ ફ્યુચર અને ઑપ્શનમાંથી બહાર જાય છે એથી નવા કૉન્ટ્રૅક્ટ્સ ફેબ્રુઆરી ૨૦૧૨ના શરૂ નહીં થાય અને ડિસેમ્બર તથા જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ્સ પૂરા થતાં આ જાતો સંપૂર્ણપણે વાયદામાંથી નીકળી જશે.