નિફ્ટીમાં ૫૧૨૦ નીચે જ રૂખ મંદીની

16 November, 2011 09:16 AM IST  | 

નિફ્ટીમાં ૫૧૨૦ નીચે જ રૂખ મંદીની



(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

બપોરે યુરોપિયન બજારો નરમાઈતરફી ખૂલતાં અને અહીં પણ ઉપલા મથાળે ફૉલો-અપને અભાવે તેમ જ પરચૂરણ વેચવાલીના દબાણે નિફ્ટીમાં ૫૧૨૦ની ટેકાની સપાટી તૂટતાં તેમ જ માર્કેટ-બ્રેડ્થ પણ નેગેટિવ રહેતાં અને સોમવારે રેણુકા શુગરમાં ૨૬ ટકા તો ગઈ કાલે યુનાઇટેડ બ્રુઅરીઝમાં ૧૦ ટકાનો કડાકો બોલાતાં બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થતાં નિફ્ટી ૫૦૬૭ આસપાસ બંધ રહી છે. બજારમાં તેજીના મોટા ખેલાડી નિફ્ટીમાં ૫૩૦૦ આસપાસ મોટા પાયે લેણ કરનાર ફસાયાની અફવા પાછળ એનાં પસંદગીનાં કાઉન્ટરો ઘટતાં બજારમાં સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે. આજે ૫૧૨૦ ઉપર જ ૫૦૯૦ના સ્ટૉપલૉસે લેણ કરવું.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૦૩૭ નીચે રૂખ મંદીની રહેશે. નીચામાં ૧૬,૬૮૦ નજીકની અને એ તૂટતાં ૧૬,૪૫૦ સુધીના ઘટાડાની શક્યતા છે. નિફ્ટીમાં આજે આની ટર્નિંગ હોવાથી ઓપનિંગ ધ્યાનમાં રાખીને વેપાર કરવો. નીચામાં ૫૦૪૦ અને ૫૦૧૧ મહત્વની ટેકાની સપાટીઓ છે. ૫૦૯૦ ઉપર ૫૦૬૫ના સ્ટૉપલૉસે લેણ કરવું અને ૫૧૨૦ ઉપર વધારવું. ઉપરમાં ૫૧૮૦ પાસે નફો કરવો.

અબાન

૩૮૮ રૂપિયા ટેકાની સપાટી છે જે તૂટતાં ૩૭૫ રૂપિયાનો ભાવ જ્યારે ૩૯૬ રૂપિયા ઉપર ૪૧૦નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૯૭૮ રૂપિયા પાસે વેચાણમાં નફો કરવો. ઉપરમાં ૯૯૮ રૂપિયા ઉપર ૧૦૩૦ રૂપિયા સુધીના સુધારાની શક્યતા છે.

તાતા સ્ટીલ

અર્થતંત્રની મંદી તેમ જ યુરોપમાં મોટા રોકાણને કારણે નરમાઈ જોવા મળે છે. ૩૮૬ મહત્વની ટેકાની સપાટી છે, જે તૂટતાં ૩૭૨ જ્યારે ૩૯૫ ઉપર ૪૧૦નો ભાવ.

ઇન્ફોસિસ

૨૮૦૫ રૂપિયા નીચે ૨૮૨૦ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૨૭૭૦ રૂપિયા નીચે ૨૭૪૦ રૂપિયાનો ભાવ.

તાતા મોટર્સ

૧૮૭ રૂપિયાના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં હવે ૧૭૪ રૂપિયા તૂટતાં ૧૬૬ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળશે.