નિફ્ટીમાં ૫૨૭૪ નિર્ણાયક સપાટી

04 November, 2011 06:18 PM IST  | 

નિફ્ટીમાં ૫૨૭૪ નિર્ણાયક સપાટી

(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

એ જોતાં હવે તેજીધ્યાને તેમ જ પ્રવર્તમાન સંજોગોમાં મંદીધ્યાને ખુલ્લું વેચાણ કરવા કરતાં ૫૨૦૦નું પુટ ઑપ્શન ખરીદવાની સલાહ છે, કારણ કે ૫૨૦૦ની સપાટી તૂટતાં બીજા ૧૫૦ પૉઇન્ટનો ઝડપી ઘટાડો જોવા મળશે જે શક્યત: ૯૯ ટકા સ્ટેટ બૅન્કનું પરિણામ ૯મીએ છે અને ગેનની ટર્નિંગ જે ૮મીથી શરૂ થાય છે એ દિવસની નીચી સપાટી તૂટતાં બજારમાં ઘટાડાની ચાલ શરૂ થયાનો સચોટ સંકેત સમજવો.

મુંબઈ શૅરબજાર આંકમાં નિફ્ટી ફ્યુચર્સમાં ૫૨૨૦ની માફક સેન્સેક્સમાં ૧૭,૨૫૦ મહત્વની ટેકાની સપાટી અને ઉપરમાં ૧૭,૫૬૦થી ૧૭,૭૧૦ વચ્ચે નફો કરવો. નિફ્ટી ગઈ કાલે ૫૨૫૦થી ૫૩૬૫ની ટ્રેડિંગ રેન્જ અને વચ્ચે ૫૩૦૯નું લેવલ જણાવ્યા મુજબ ૫૨૨૦થી આવેલા ઉછાળામાં ૫૩૦૬થી પાછી ફરી છે. આજ માટે ૫૩૨૧ અને ૫૨૭૨ મહત્વની સપાટી છે.

રિલાયન્સ

૮૭૦ ઉપર જ ધ્યાનતેજી રાખવું અને ઉપરમાં ૮૯૩ના સ્ટૉપલૉસે વેચવું. ૮૭૦ તૂટતાં ૮૫૫.

સ્ટેટ બૅન્ક

નજીક ૧૯૦૬ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૯૩૫ ઉપર ૧૯૭૦થી ૧૯૮૬ સુધીનો ભાવ.

લાર્સન

૧૩૬૫ના ચુસ્ત સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં હવે ૧૩૯૩ ઉપર ૧૪૧૫ સુધીનો ઉછાળો જોવા મળશે.

એસીસી

૧૨૧૦ના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. હવે ૧૧૯૦ તૂટતાં ૧૧૭૨ સુધીનો ઘટાડો જોવા મળશે.

ઇન્ફોસિસ

૨૮૧૦ નીચે રૂખ મંદીની. નીચામાં ૨૭૯૩ નીચે પ્રથમ ૨૭૬૫ અને વધ-ઘટે ૨૭૪૫નો ભાવ.