નિફ્ટીમાં ૫૨૭૦ ઉપર રૂખ તેજીની

03 November, 2011 09:53 PM IST  | 

નિફ્ટીમાં ૫૨૭૦ ઉપર રૂખ તેજીની

 

 

(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

તેમ જ લાર્સન અને બૅન્કિંગ શૅરોમાં સુધારાને કારણે આરંભની નરમાઈમાં વેચાણ નહીં કાપનાર વર્ગની નિફ્ટીમાં ૫૨૯૬ અને ૫૩૧૦ની સપાટી કુદાવાતાં બજારભાવે કાપણી શરૂ થતાં નિફ્ટી ઉપરમાં ૫૪૩૫ થયા પછી ઊંચા મથાળે રિલાયન્સ, સ્ટેટ બૅન્ક, આઇસીઆઇસીઆઇ અને ઇન્ફોસિસ જેવા ઇન્ડેક્સ હેવી વેઇટ શૅરોમાં નફારૂપી વેચવાલીએ સમગ્ર સુધારો ધોવાઈ ગયો હતો અને નિફ્ટી ૫૨૭૩ પાસે બંધ રહ્યો હતો. હમણાં યુરોઝોનની ગૂંચવણ અને સ્ટેટ બૅન્કના પરિણામ પૂર્વે બેતરફી વધ-ઘટ જોવા મળશે જેમાં સામનો કરનાર ફાવશે અને નિફ્ટીમાં ૫૨૫૦ અને ૫૩૫૦ની ટ્રેડિંગ રેન્જ જોવા મળશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૫૩૦ નીચે રૂખ મંદીની રહે છે, પરંતુ નીચામાં ૧૭,૨૭૦ નિર્ણાયક ટેકાની સપાટી સામે લેવાલી જોવા મળશે. બજારમાં તેજીતરફી ઉછાળા માટે ૧૭,૬૭૦ની સપાટી કુદાવવી જરૂરી છે. નિફ્ટીમાં ૫૨૩૩ સામે ગઈ કાલે ૫૨૪૩થી જ બજાર સુધારાતરફી થયું છે. એફઆઇઆઇની લેવાલીથી છેતરામણા ઉછાળા જોવા મળે છે જે મહદંશે વેચાણકાપણીથી જોવા મળે છે. બજારમાં બન્ને પક્ષે સાવચેતી છે. એકતરફી ઝડપી ચાલ માટે નીચામાં ૫૨૨૦ અને ઉપરમાં ૫૩૬૫ અગત્યનાં લેવલો છે અને આ બે વચ્ચે ૫૩૦૯ અગત્યનું લેવલ છે.

એસીસી

૧૧૯૬ નીચે ૧૨૦૪ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૧૧૮૦ તૂટતાં ૧૧૬૫નો ભાવ.

રિલાયન્સ

૮૮૧થી ઘટવાતરફી થતાં હવે ૮૮૪ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૮૬૮ તૂટતાં ૮૪૭ સુધીનો ઘટાડો જોવા મળશે.

તાતા સ્ટીલ

૪૮૧થી ૪૭૨ ટ્રેડિંગ રેન્જ છે. તેજીના ધ્યાને ૪૬૨નો સ્ટૉપલૉસે રાખવો. ઉપરમાં ૪૮૭ પ્રતિકારક સપાટી છે.

લાર્સન

૧૩૮૦ ઉપર જ લઈને વેપાર કરવો. ઉપરમાં ૧૪૦૩ અને ૧૪૧૪ની સપાટી કુદાવતાં બીજા ૪૦ રૂપિયાનો ઉછાળો જોવા મળશે.

રિલાયન્સ કૅપિટલ

૩૬૮ ઉપર ૩૬૩ના સ્ટૉપલૉસે લેણ વધારવું. ઉપરમાં ૩૭૪ ઉપર ૩૮૫ સુધીના ઉછાળામાં વેચવું.