નિફ્ટીમાં ૫૩૨૫ ઉપર રૂખ તેજીની

01 November, 2011 06:42 PM IST  | 

નિફ્ટીમાં ૫૩૨૫ ઉપર રૂખ તેજીની



(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

આમ સોમવારે ઉછાળો પચાવાતો હતો એમ માનવું છે અને આ ધ્યાન ૫૩૨૦ નીચે બંધ ન આવે ત્યાં સુધી રાખવું, કારણ કે ૫૩૨૫થી ૫૨૩૩નો ગૅપ હોવાથી ૫૩૨૫ ઉપર તેજીની પકડ સમજવી અને ગમેત્યારે બૅન્ક-શૅરો જે સૌથી વધુ ઘટેલા છે એમાં ઉછાળો તેમ જ છેલ્લાં ત્રણ સત્ર દરમ્યાન એફએફઆઇની વ્યાપક લેવાલી જોતાં તેજીનો ટેમ્પો જળવાઈ રહેવાની શક્યતા છે. મંદી ગ્રુપનું રક્ષણાત્મક વલણ જોતાં બજારમાં તેજીની ચાલ ધીમી રહેશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૭૨૫ નર્ણિાયક સપાટી છે જેની ઉપર ૧૭,૭૯૦થી ૧૭,૮૭૫ સુધીનો ઉછાળો જ્યારે નીચામાં ૧૭,૭૨૦ તૂટતાં ૧૭,૫૮૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૧૭,૭૨૫ નીચે નવી લેવાલીથી દૂર રહેવું. નિફ્ટીમાં ૫૩૨૫ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં ૫૩૭૨ પાસે નફો કરવો. ૫૩૭૫ કુદાવતાં ૫૩૯૮થી ૫૪૧૫ સુધીનો ઉછાળો જ્યારે ૫૩૨૫ તૂટતાં ૫૨૭૨થી ૫૨૪૦ સુધીનો ઘટાડો.