નિફ્ટીમાં ૫૧૧૦ નિર્ણાયક સપાટી

24 October, 2011 07:55 PM IST  | 

નિફ્ટીમાં ૫૧૧૦ નિર્ણાયક સપાટી

 

(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

૨૫મીએ જાહેર થનારી ધિરાણનીતિમાં હજી એક વખત ૦.૨૫ ટકાનો વ્યાજદર વધવાની શક્યતાએ બૅન્કિંગ સાથે બીજા શૅરોમાં પણ વેચવાલી નીકળતાં નિફ્ટી ૫૦૮૦ની સપાટી તોડી નીચામાં ૫૦૩૮ થઈ છેલ્લે ૫૦૫૪ બંધ રહી છે.

સંવત ૨૦૬૭માં વૈશ્વિક મંદી તેમ જ સ્થાનિક ધોરણે આર્થિક કૌભાંડો અને ભ્રષ્ટાચારને લીધે સરકાર વિરુદ્ધ જનાક્રોશને કારણે સરકાર પોતાનો બચાવ કરવામાં વ્યસ્ત રહેતાં આર્થિક વિકાસ રૂંધાઈ ગયો છે અને મૂડીબજારમાં મંદીને કારણે સરકારનો ડિસઇન્વેસ્ટનો પ્રોગ્રામ વિલંબમાં પડતાં આર્થિક તકલીફ વધી છે અને સરકાર નાણાભીડ અનુભવી રહી છે. સતત વધતા જતા વ્યાજદરનો કૉર્પોરેટ ક્ષેત્ર દ્વારા થતા વિરોધને લક્ષ્યમાં લેતાં આ વખતે રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં વધારો નહીં કરી બજારના મૉરલને સુધારશે એમ માનવું છે. ગત સપ્તાહમાં નીચા મથાળેથી ૫૧૫૦ સુધીના બે વારના ઉછાળાને ધ્યાનમાં લેતાં સેટલમેન્ટ ૫૧૩૦થી ૫૨૦૦ વચ્ચે આવવાની શક્યતા છે.

મુંબઈ શૅરબજાર આંકમાં આ સપ્તાહ માટે ૧૬,૮૮૦ નર્ણિાયક સપાટી જ્યારે નીચામાં ૧૬,૭૫૦ તૂટતાં ૧૬,૫૭૦થી ૧૬,૩૮૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૧૭,૦૯૫ની સપાટી કુદાવતાં ૧૭,૩૦૦ સુધીનો ઉછાળો. નિફ્ટીમાં આજ માટે ૫૦૭૫ ઉપર ૫૦૬૧ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં ૫૧૧૦ કુદાવતાં ૫૧૬૦ સુધીનો ઉછાળો, જ્યારે ૫૦૩૦ તૂટતાં ૪૯૮૦ સુધીના ઘટાડાની શક્યતા છે.

રિલાયન્સ

૮૪૦ રૂપિયા ઉપર ૮૫૪ રૂપિયા સુધીનો ઉછાળો, જ્યારે નીચામાં ૮૨૩ રૂપિયા તૂટતાં ૮૦૫ રૂપિયાથી ૭૯૦નો ભાવ.

મારુતિ

૧૦૭૩ રૂપિયાના સ્ટૉપલૉસે લઈને વેપાર કરવો. ઉપરમાં ૧૧૧૦ રૂપિયા ઉપર ૧૧૩૬ રૂપિયાથી ૧૧૫૦રૂપિયાનો ભાવ.

લાર્સન

૧૩૦૦ રૂપિયા ઉપર જ લઈને વેપાર કરવો. ઉપરમાં ૧૩૬૦ રૂપિયા ઉપર ૧૩૯૬ રૂપિયાનો ભાવ. ૧૩૦૦ નીચે ૧૨૭૦.

સ્ટેટ બૅન્ક

૧૯૧૫ રૂપિયા ઉપર લઈને વેપાર કરવો. હવે ૧૯૬૦ રૂપિયા કુદાવતાં ૧૯૯૮ રૂપિયાથી ૨૦૪૦ રૂપિયાનો ભાવ.

ઇન્ફોસિસ

ઇન્ફોસિસ૨૭૨૦ રૂપિયા ઉપર ૨૭૬૦ રૂપિયાના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. નીચામાં હવે ૨૬૮૫  તૂટતાં ઘટાડાની ચાલ.