વેચાણો કપાતાં ગામ તેજીમાં, જોકે નિફ્ટીમાં ૫૧૨૦ ઉપર જ તેજી થશે

17 October, 2011 08:57 PM IST  | 

વેચાણો કપાતાં ગામ તેજીમાં, જોકે નિફ્ટીમાં ૫૧૨૦ ઉપર જ તેજી થશે

 

(સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ)

જેમ હંમેશાં બને છે એમ બજાર બહુમતીથી વિરુદ્ધ ચાલ ચાલે છે એમ પાંચમીના રોજ ૪૭૪૫ના મથાળે તેજીનો તખ્તો ગોઠવાયા બાદ યુરોપ-અમેરિકામાં આર્થિક સંકટ હળવું થવાના આશાવાદે તેમ જ ઇન્ફોસિસનાં પ્રોત્સાહક પરિણામે વેચાણો કપાતાં બજારમાં તેજીનો માહોલ પ્રવર્તે છે અને ગામ પણ બિગબુલ અને એલિફન્ટની માફક ૫૩૫૦થી ૫૫૦૦ની વાત કરતું થઈ ગયું છે. ફરી પાછું ગામ તેજીમાં આવ્યું છે. સાવધાની જરૂરી નથી? ૫૩૦૦થી ૫૫૦૦ માટે સૌથી પહેલાં ૫૧૮૫ ઉપરનું બંધ જરૂરી છે. ૫૧૮૦ ઉપર વધુ વેચાણો કપાશે. નવા સપ્તાહમાં ૧૮મીનું વર્કિંગ મહત્વનું છે. ૫૦૭૦ નીચે તેજીનો વેપાર જોખમી સમજવો. રિલાયન્સનું પરિણામ અપેક્ષા મુજબનું જ હોવાથી આરંભમાં નફારૂપી વેચવાલી જોવા મળશે. આજે ભેલ, લાર્સન અને એલઆઇસી હાઉસિંગની ટર્નિંગ છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ઉપર જણાવેલ ૧૬,૮૬૦ ઉપર ૧૭,૧૮૫, ૧૭,૨૯૨ અને તેજીના અતિરેકમાં ૧૭,૬૫૦ વિપરીત ચાલમાં ૧૬,૮૦૦ તૂટતાં ૧૬,૫૦૦, ૧૫,૯૫૦. નિફ્ટીમાં આજ માટે ૫૦૯૬ના સ્ટૉપલૉસે ૫૧૨૦ ઉપર લેણ જાળવવું. ઉપરમાં ૫૧૪૫ ઉપર ૫૧૭૯થી ૫૨૧૫ વચ્ચે વેચવું. સપ્તાહ દરમ્યાન ૫૦૬૨ અને ૫૨૩૫ નિર્ણાયકક સપાટીઓ છે.

રિલાયન્સ

૮૪૭ નિર્ણાયકક સપાટી છે. ઉપરમાં ૮૯૦થી ૯૧૫, જ્યારે ૮૨૩ તૂટતાં ૭૮૦નો ભાવ.

તાતા સ્ટીલ

૪૩૭ ઉપર જ તેજીનો વિચાર કરવો. ઉપરમાં ૪૫૭ જ્યારે ૪૩૫ તૂટતાં ૩૯૫નો ભાવ.

એસીસી

૧૧૨૫ નીચે વેચીને વેપાર કરવો. ૧૧૧૦ તૂટતાં ૧૦૯૦થી ૧૦૭૮નો ભાવ.

ટીસીએસ

૧૧૦૩-૧૧૭૦ ટ્રેડિંગ રેન્જ છે. પરિણામ પછી ૧૦૯૮ તૂટતાં ૧૦૬૫-૧૦૧૫નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૮૯૪ રૂપિયા નીચે ૯૨૦ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. ૮૬૯ તૂટતાં ૮૨૫ રૂપિયાનો ભાવ.