નિફ્ટીમાં ૫૮૯૪ નીચે રૂખ મંદીની

14 December, 2012 06:25 AM IST  | 

નિફ્ટીમાં ૫૮૯૪ નીચે રૂખ મંદીની

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

બે વાગ્યા પછી બૅન્કિંગ શૅરોમાં વેચવાલીનું દબાણ વધતાં અને કર્ણાટક બૅન્કમાં વધ્યા મથાળેથી ૩૦ રૂપિયાનો કડાકો બોલાતાં બધી બૅન્કોમાં ઝડપી ઘટાડો જોવાતાં બૅન્ક નિફ્ટીમાં વધ્યા મથાળેથી ૨૦૦ પૉઇન્ટના ઘટાડાને પગલે નિફ્ટીમાં પણ ૫૮૭૦ની નર્ણિયક સપાટી તૂટી નીચામાં ૫૮૬૫ થઈ છેલ્લે ૫૮૭૬ બંધ રહી છે. ગઈ કાલે જણાવ્યા મુજબ નિફ્ટીમાં ૬૦૦૦ની શક્યતા બંધ થતાં અને બજારમાં મંદી ગ્રુપની નિãષ્ક્રયતા જોતાં, ટેક્નિકલી વધુપડતા લેણની સ્થિતિ હોવાથી અને બૅન્ક નિફ્ટીમાં મંદીનો સંકેત મળતાં અપેક્ષિત ઘટાડો જોવા મળ્યો છે. હવે ૧૯ ડિસેમ્બર સુધીમાં ઘટાડો જોવાયા બાદ ૨૦મીથી ગેનની ટર્નિંગના પ્રથમ દિવસે નીચા ભાવથી સુધારાની ચાલ જોવા મળશે. આજે બજાર મંદીગૅપમાં ખૂલ્યા બાદ ખૂલતા ભાવ પર વેચાણમાં નફો કરવો અને ૫૮૯૪ ઉપર ચાલતા ખૂલતા ભાવના સ્ટૉપલૉસે લેણ કરવું.

શૅરબજાર આંકમાં ૧૯,૧૪૫થી ૧૯,૦૬૦ વચ્ચે લેણ કરવું અને ૧૯,૨૦૦ ઉપર વધારવું. ઉપરમાં ૧૯,૩૫૦ સુધીના ઉછાળામાં વેચવું.

નિફ્ટીમાં ૫૮૫૦થી ૫૮૨૦ વચ્ચે તેજીનો વેપાર ગોઠવવો અને ૫૮૯૪ ઉપર લેણ વધારવું. ૫૯૨૫થી ૫૯૪૦ વચ્ચે નફો કરવો.

સ્ટેટ બૅન્ક

૨૨૩૫થી ૨૨૧૦ વચ્ચે લેણ કરવું. ઉપરમાં ૨૨૮૫ ઉપર ૨૩૧૦ પાસે નફો કરવો.

રિલાયન્સ

૮૨૯થી ૮૨૪ વચ્ચે લેણ કરવું. ઉપરમાં ૮૩૪ કુદાવતાં ૮૪૩ પાસે નફો કરવો.

મારુતિ

૧૪૫૫ પાસે લેવું અને ૧૪૭૬ ઉપર લેણ વધારવું. ૧૪૯૦ પાસે નફો કરવો.

સેન્ચુરી

૪૦૩ આસપાસ લેણ કરવું અને ૪૧૮ ઉપર વધારવું. ઉપરમાં ૪૨૫થી ૪૨૮ પાસે વેચવું.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચ

૪૯૮થી ૫૦૬ વચ્ચે લેણ કરવું. ઉપરમાં ૫૧૯ ઉપર ૫૩૦ સુધીના ઉછાળામાં વેચવું.