નિફ્ટીમાં ૭૮૯૦ ઉપર જ રૂખ તેજીની

09 October, 2014 03:08 AM IST  | 

નિફ્ટીમાં ૭૮૯૦ ઉપર જ રૂખ તેજીની



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ગઈ કાલે સિટી બૅન્ક દ્વારા IT કંપનીઓનું રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવતાં ઇન્ફોસિસ, TCS તેમ જ HCL ટેક્નૉલૉજીઝમાં બેથી સાડાચાર ટકા જેટલો ઘટાડો આવતાં સૂચક અંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. IT શૅરોના મૂલ્યમાં ઘટાડા સામે મેટલ, બૅન્ક તેમ જ ઑઇલ ક્ષેત્રના શૅરોમાં સુધારાને પગલે સૂચક અંકો સાધારણ સુધારા સાથે બંધ રહ્યા છે. ગઈ કાલે મિડ કૅપ તેમ જ સ્મૉલ કૅપ શૅરોમાં લેવાલી જોવા મળી હતી એ પણ બજારમાં સુધારાની આશા જગાડે છે. આજે બજારની આરંભની ચાલ યુરોપ અને અમેરિકન બજારો પર રહેશે અને પ્રથમ બે કલાકમાં સાંકડી વધ-ઘટે અન્ડરટોન નરમ રહેવાની શક્યતા છે અને પછી આરંભમાં જોવા મળેલી ઊંચી સપાટી તેમ જ ૭૯૨૦ ઉપર નિફ્ટી ટકી રહેતાં બંધ સુધીમાં ઉછાળાની શક્યતા છે.

શૅરબજાર આંકમાં ૨૬,૧૫૦ ઉપર સુધારાની ચાલમાં હવે ૨૬,૩૪૦ ઉપર ૨૬,૪૩૦થી ૨૬,૫૫૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ૭૮૯૦ નિર્ણાયક સપાટી છે જેની ઉપર ૭૯૨૫થી ૭૯૫૫ સુધીનો ઉછાળો, જ્યારે ૭૮૮૫ નીચે ૭૮૬૦થી ૭૮૨૬ સુધીનો ઘટાડો.

બૅન્ક નિફ્ટી

આમાં ૧૫,૪૮૦ મહત્વની પ્રતિકારક સપાટી ઉપર જ સુધારામાં ૧૫,૫૫૫થી ૧૫,૬૫૦, જ્યારે ૧૫,૩૬૮ તૂટતાં ૧૫,૨૬૦થી ૧૫,૦૮૦.

રિલાયન્સ

૯૨૬ના સ્ટૉપલૉસે લઈને વેપાર કરવો. ઉપરમાં હવે ૯૪૨ ઉપર ૯૫૪નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૪૩૭ ઉપર લઈને વેપાર કરવો. ઉપરમાં ૪૫૩ કુદાવતાં ૪૬૫ સુધીનો ઉછાળો.

સ્ટેટ બૅન્ક

૨૩૬૫ના સ્ટૉપલૉસે ૨૩૯૨ ઉપર લઈ વેપાર કરવો. ઉપરમાં ૨૪૩૫ ઉપર ૨૪૬૦.

તાતા મોટર્સ

૫૦૪ ઉપર ૪૯૮ના સ્ટૉપલૉસે લઈને વેપાર કરવો. ઉપરમાં ૫૧૯થી ૫૨૪ વચ્ચે વેચવું.