નિફ્ટીમાં ૭૮૬૦ નિર્ણાયક સપાટી

08 October, 2014 03:26 AM IST  | 

નિફ્ટીમાં ૭૮૬૦ નિર્ણાયક સપાટી



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

બજારમાં ઘટાડાની ચાલ માટેનાં મુખ્ય કારણોમાં (૧) રજા દરમ્યાન સિંગાપોર નિફ્ટી નીચામાં ૭૮૦૫ સુધી ઘટી હતી, (૨) અમેરિકા સાથેના આર્થિક કરારોના આગમન પહેલાં પાકિસ્તાને આપણી સાથે દુશ્મનાવટ વધારીને સરહદ પર બેફામ ગોળીબાર અને તોપમારો કરતાં એની બજારના સેન્ટિમેન્ટ પર વિપરીત અસર થઈ છે, (૩) ૮૨૦૦ના લેવલ સુધી સતત લેવાલ રહેતી FFI હમણાં વેચવાલ રહે છે. બજારમાં જ્યાં સુધી નફારૂપી વેચવાલી અટકશે નહીં ત્યાં સુધી ઘટાડામાં ૭૮૨૦ સુધીના ઘટાડા બાદ ૭૯૦૦ ઉપર સતત બે બંધ આવતાં ગભરાટ શમશે અને ૭૯૬૦ કુદાવતાં બજારમાં તેજીની ચાલ શરૂ થશે. ટેક શૅરોમાં ઇન્ફોસિસનાં પરિણામો પૂર્વે ઉછાળે વેચવાલી જોવા મળશે.

શૅૅરબજાર આંકમાં ૨૬૩૬૦ નીચે ઉછાળે વેચીને વેપાર કરવો. નીચામાં હવે ૨૬૧૫૮ તૂટતાં ૨૬૦૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૨૬૩૬૦ ઉપર ૨૬૪૮૦. નિફ્ટીમાં ૭૯૧૫ નીચે ઘટાડાની ચાલમાં ૭૮૮૦ તૂટતાં પ્રથમ ૭૮૫૫ અને એ તૂટતાં ૭૮૨૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૭૯૧૫ ઉપર ૭૯૪૬.

બૅન્ક નિફ્ટી

૧૫૩૭૦ના સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. હવે નીચામાં ૧૫૧૯૦થી ૧૫૧૨૦ વચ્ચે વેચાણમાં નફો કરવો. ૧૫૪૮૦ કુદાવતાં આમાં તેમ જ બજારમાં સુધારાનો સંકેત સમજવો.

અરવિંદ

૨૯૪ નીચે ઘટાડાની ચાલમાં ૨૭૫ સુધીના ઘટાડામાં લેણ કરવું. ૨૯૪ ઉપર ૩૦૩ સુધીનો ઉછાળો.

ઍક્સિસ બૅન્ક

૩૮૧ નીચે ૩૮૪ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૩૬૮થી ૩૬૨ વચ્ચે લેણ કરવું.

લાર્સન

૧૪૪૭ નીચે રૂખ વેચીને લેવાની છે. ૧૪૨૬ નીચે ૧૩૯૪ તૂટતાં ૧૩૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ કૅપિટલ

૪૫૭ નીચે વેચીને જ વેપાર કરવો અને નીચામાં ૪૩૫ નીચે ૪૨૩ સુધીના ઘટાડામાં લેવું.