નિફ્ટીમાં ૭૯૪૦ નીચે રૂખ મંદીની

07 October, 2014 03:01 AM IST  | 

નિફ્ટીમાં ૭૯૪૦ નીચે રૂખ મંદીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

૩૦મીના રોજ ધિરાણનીતિમાં તમામ દરો યથાવત્ રખાતાં બજારમાં આરંભિક નરમાઈ બાદ સુધારાનું વલણ જોવા મળ્યું હતું, પરંતુ છેલ્લા એક કલાકમાં ઊંચા મથાળે વેચવાલી વધતાં તમામ સુધારો ધોવાઈ ગયો અને સવારની નીચી સપાટી તૂટતાં બજારમાં વધુ ખરાબીનો સંકેત હતો એ મુજબ ૨થી ૬ ઑક્ટાબર શૅરબજારમાં મિની વેકેશન હોવાથી સાંકડી વધ-ઘટે બજાર નરમ બંધ રહ્યું હતું. આપણે ત્યાં બજાર બંધ દરમ્યાન વિશ્વનાં બજારો ચાલુ હોવાથી અને ત્યાં પણ નરમાઈને જોતાં અહીં ૭૮૩૦ સુધીના ઘટાડાની શક્યતા જણાતી હતી એ મુજબનો ઘટાડો બીજી ઑક્ટોબરે સિંગાપોર નિફ્ટી નીચામાં ૭૮૨૦ જોવા મળ્યો હતો.

ઑક્ટોબરના પ્રથમ પખવાડિયામાં કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પાછળ વધ-ઘટ જોવા મળશે. ત્વ્ ક્ષેત્રે સારાં પરિણામોની ધારણાએ ઇન્ફોસિસ અને વ્ઘ્લ્ની મજબૂતાઈને કારણે સૂચક અંકો ટકી રહ્યા છે, પરંતુ નબળા ત્ત્ભ્ આંક તેમ જ બૅન્ક શૅરોમાં ઘટાડાની ચાલ, ચીનમાં ઉત્પાદન ક્ષેત્રે ઘટાડો તેમ જ હૉન્ગકૉન્ગમાં ચાલતી અશાંતિના દોરમાં ઉછાળે વેચવાલી વધવાની શક્યતા છે. નવા સપ્તાહમાં ૯મી મહkવની ટર્નિંગ છે.

શૅરબજાર આંકમાં બજારમાં ગેનની ટર્નિંગ (૨૧-૨૪/૯)ના નીચા ભાવો તૂટ્યા છે તેમ જ શૅરોમાં ૨૦ દિવસની ઍવરેજો તોડી ભાવો મધ્યમ ગાળાની ૫૦ દિવસની ઍવરેજ પાસે છે જેની નીચે જેમાં બંધ આવ્યા છે એમાં વધુ ખરાબી જોવા મળશે. શૅર આંકમાં એ સપાટી ૨૬૪૭૦ છે, જેની ઉપર ૨૬૬૩૦ અને ૨૬૭૯૦ પ્રતિકારક સપાટી છે. નિફ્ટીમાં ૭૮૨૦થી ૭૮૬૦ સપોર્ટ ઝોન છે, જ્યારે ૭૯૬૦ ઉપર બંધ આવતાં બજારમાં સ્થાયી સુધારાની ચાલ જોવા મળશે. ૫૦ દિવસની ઍવરેજે ૭૯૪૦ ઉપર ૮૦૦૦થી ૮૦૩૪ સુધીનો ઉછાળો જોવા મળશે.

સ્ટેટ બૅન્ક

૫૦ દિવસની ઍવરેજ ૨૫૨૦. આની ઉપર જ સુધારાનો વિચાર કરવો. ૨૪૪૭ નીચે ૨૪૮૦ના સ્ટૉપલૉસે વેચવું. ૨૪૦૬ તૂટતાં ૨૩૭૫.

તાતા સ્ટીલ

૪૬૨ નીચે ૪૪૭ આસપાસ લેવું. ઉપરમાં હવે ૪૭૪ કુદાવતાં ૪૯૩નો ભાવ.

રિલાયન્સ

૯૫૬ નીચે રૂખ મંદીની. નીચામાં ૯૧૩ની સપાટી તૂટતાં ૮૯૭નો ભાવ.

ઇન્ફોસિસ

પહેલીની ઊંચી સપાટી નિર્ણાયક સમજવી. આ મહિના દરમ્યાન ૩૬૯૫ ઉપર ૩૯૩૫ અને નીચે ૩૬૦૫ તૂટતાં ૩૪૬૦.

મારુતિ

૩૦૨૦ નીચે ૩૦૪૦ના સ્ટૉપલૉસે વેચવું. ૩૦૦૨ નીચે ૨૯૨૫થી ૨૮૮૦નો ભાવ.