નિફ્ટીમાં ૫૯૭૫ મહત્વની પ્રતિકારક સપાટી

06 December, 2012 08:34 AM IST  | 

નિફ્ટીમાં ૫૯૭૫ મહત્વની પ્રતિકારક સપાટી



(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

 દૈનિક ધોરણે બજાર વધુપડતાં લેણની સ્થિતિમાં હોવાથી ઇન્ટ્રા-ડે કરેક્શન આવી બજાર પાછું સુધરી જાય છે. વાયદા બજારોમાં Buy on rumors and sell on news ના નિયમ મુજબ રીટેલ ક્ષેત્રે એફડીઆઇમાં સરકાર વિજયી થતાં હવે નફારૂપી વેચવાલી આરંભના સુધારા પછી આવવાની શક્યતા જોતાં ઉપરમાં નિફ્ટી ફ્યુચર ૫૯૭૫ની સપાટી ન કુદાવે અને નીચામાં ૫૯૧૫ની સપાટી ન કુદાવે અને નીચામાં ૫૯૧૫ની સપાટી તૂટતાં ઘટાડો જોવા મળશે.

નિફ્ટી હાજર અને ફ્યુચર વચ્ચે ૪૦ રૂપિયા આસપાસનો ફરક પણ ગમે ત્યારે નફારૂપી વેચવાલીની શક્યતા વધતી જાય છે અને એનો પાકો સંકેત એચડીએફસી લિ.માં ૮૩૦, નિફ્ટી ફ્યુચરમાં ૫૯૧૫ અને બૅન્ક નિફ્ટીમાં ૧૨,૨૮૫ની સપાટી તૂટતાં સમજવો.

મુંબઈ શૅરબજાર આંક ૧૯,૫૦૨ નજીકની પ્રતિકારક સપાટી છે જેની ઉપર ૧૯,૬૪૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૯,૩૫૦ તૂટતાં ૧૯,૦૭૫ સુધીનો ઘટાડો. નિફ્ટી ઇન્ડેક્સમાં ૫૯૧૫ ઉપર ૫૯૫૭ અને ૫૯૮૦ મહત્વની પ્રતિકારક સપાટી જ્યારે ૫૯૧૨ તૂટતાં ૫૮૮૫થી ૫૮૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

ડીએલએફ

૨૧૫ ઉપર રુખ લઈને વેચવાની ઉપરમાં ૨૨૧ ઉપર ૨૩૦ સુધીના ઉછાળામાં વેચવું.

તાતા મોટર્સ

૨૭૨ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૨૮૨ ઉપર ૨૮૮ સુધીના ઉછાળામાં વેચવું.

રિલાયન્સ કૅપિટલ

૪૩૭ ઉપર ૪૪૪ કુદાવે તો જ ઉપર ૪૫૩નો ભાવ. ૪૨૭ તૂટતાં ૪૦૮નો ભાવ.

કોટક બૅન્ક

૬૭૫ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૬૫૯ તૂટતાં ૬૪૧નો ભાવ.

ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ

૩૨૧ નીચે ઉછાળે વેચીને વેપાર કરવો. ૩૦૩ તૂટતાં ૨૯૫થી ૨૮૭નો ભાવ.