નિફ્ટીમાં ૪૮૨૦ મહત્વની પ્રતિકારક સપાટી

27 December, 2011 05:40 AM IST  | 

નિફ્ટીમાં ૪૮૨૦ મહત્વની પ્રતિકારક સપાટી



(સ્ક્રિપ-સ્કોપ-ભરત દલાલ)

ગઈ કાલે એફએફઆઇની ગેરહાજરી તેમ જ યુરોપ અને અમેરિકન બજારો બંધ હોવાથી સ્થાનિક ઑપરેટરોની પસંદગીના શૅરોમાં લેવાલી રહેતાં ઓછા વૉલ્યુમે ટેક શૅરોની આગેવાનીએ બેતરફી વધ-ઘટે સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં ૪૭૩૫ ઉપર સુધારાની શક્યતા જણાવી હતી તો આરંભમાં નીચામાં ૪૭૨૦ થયા બાદ ઉપરમાં ૪૮૦૪ થયા પછી નફારૂપી વેચવાલીએ જોવા મળેલ ઘટાડામાં ૪૭૪૦થી જ બજાર પાછું ફર્યું હતું અને છેલ્લે ૪૭૮૮ની સપાટીએ બંધ રહ્યું છે.

વિલિયમ ગેનની ટર્નિંગના ઊંચા ભાવો નિફ્ટી અને શૅરઆંકમાં તેમ જ ઘણા શૅરોમાં ઓળંગાયા હોવાથી બજારમાં સુધારાની શક્યતા વધી છે અને હવે શુક્રવારના બંધ નીચે જ્યાં સુધી બંધ ન આવે ત્યાં સુધી ઘટાડે લઈને વેપાર કરવો. ગઈ કાલે ડૉલરની મજબૂતાઈને કારણે ઇન્ફોસિસની આગેવાનીએ સુધારો જોવા મળ્યો હતો. આજ માટે ખૂલતા ભાવ દરેક શૅરો માટે અગત્યના સમજવા અને એ તૂટતાં નવી લેવાલીથી દૂર રહેવું.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૫,૯૧૦ નજીકની ટેકાની સપાટી છે જેની ઉપર ૧૬,૧૫૦ સુધીના ઉછાળામાં નફો કરવો. આજ માટે ૧૫,૮૨૬ મહત્વની ટેકાની સપાટી છે. નિફ્ટીમાં ૪૭૭૦ ઉપર સુધારાની ચાલમાં ૪૮૨૦થી ૪૮૫૦ સુધીના ઉછાળાની શક્યતા છે જ્યાં નફો કરવો. હવે ૪૭૫૦ તૂટતાં પ્રથમ ૪૭૧૦ અને વધ-ઘટે ૪૬૮૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૭૫૭ ઉપર રૂખ તેજીની, પરંતુ ઉપરમાં ૭૬૯થી ૭૭૬ વચ્ચે નફો કરવો. ૭૫૫ તૂટતાં ૭૩૮નો ભાવ.

એસીસી

૧૧૫૨ રૂપિયા ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૧૧૭૧ પાસે નફો કરવો. ૧૧૪૩ તૂટતાં ૧૧૨૦ રૂપિયાનો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૨૫૮ મહત્વની પ્રતિકારક સપાટી છે, જ્યાં નફો કરવો અને નવું લેવાનું ૨૬૧ ઉપર રાખવું. ૨૫૬ તૂટતાં ૨૪૨નો ભાવ.

લાર્સન

૧૦૨૪ રૂપિયા ઉપર લઈને વેપાર કરવો. ઉપરમાં ૧૦૪૩ રૂપિયા ઉપર ૧૦૬૪ રૂપિયા પાસે નફો કરવો.

ઇન્ફોસિસ


૨૭૫૫ અને ૨૭૭૫ની સપાટી કુદાવતાં ૨૭૬૦ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૨૮૦૪થી ૨૮૧૫ વચ્ચે નફો કરવો.