નિફ્ટીમાં ૫૦૯૬ નીચે રૂખ મંદીની

18 October, 2011 09:10 PM IST  | 

નિફ્ટીમાં ૫૦૯૬ નીચે રૂખ મંદીની

(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

રિલાયન્સનું પરિણામ અપેક્ષા મુજબનું જ આવતાં નવી લેવાલીને બદલે નફારૂપી વેચવાલી જોવા મળતાં તેમ જ ટીસીએસમાં પણ વેચવાલીના પગલે નિફ્ટી ૫૧૬૧ ખૂલી ૫૧૬૨ થયા બાદ ઉપર જણાવેલ શૅરો સાથે ઇન્ફોસિસ, એડીએજી ગ્રુપના શૅરોમાં વેચવાલીના પગલે નિફ્ટી ૫૦૮૨ થયા બાદ ઇન્ફોસિસ, તાતા મોટર્સ તેમ જ અન્ય શૅરોમાં પરચૂરણ લેવાલીએ નિફ્ટી ૫૧૧૬ પાસે બંધ રહી છે. વીતેલા સપ્તાહની બેતરફી તોફાની વધઘટ તેમ જ રિલાયન્સ અને ઇન્ફોસિસમાં તેજીનાં વળતાં પાણી અને બૅન્ક શૅરોમાં પણ ઉછાળા ટકતા ન હોવાથી હવે બજારમાં તેજીના વેપારમાં નફો બાંધવાની સલાહ છે. નવું લેવાનું  હવે નિફ્ટી ૫૧૩૦ ઉપર ટકી રહે તો જ વિચારવું. અગાઉ જણાવ્યા મુજબ આજનું વર્કિંગ મહત્વનું છે અને એ એક્સ્પાયરી સુધી સ્ટૉપલૉસનું કામ આપશે એ જોતાં આજનું બૉટમ મહત્વનું સમજવું, જે આગળ ઉપર તૂટતાં બજારભાવે તેજીનો વેપાર સરખો કરવો. મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૦૫૦ નીચે વેચવાલીના દબાણે નીચામાં ૧૬,૯૦૦થી ૧૬,૭૮૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૧૭,૦૫૦ ઉપર ૧૭,૧૮૦ પ્રતિકારક સપાટી સમજવી. નિફ્ટીમાં ૫૦૭૦ જે ૫૦ દિવસની મૂવિંગ ઍવરેજ છે એ નર્ણિાયક ટેકાની સપાટી છે અને એ તૂટતાં લેણ સરખું કરવાની સલાહ છે. ૫૦૭૦ નીચે ૫૦૯૬થી ૫૧૧૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૫૦૨૮થી ૪૯૮ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

નજીકના ૮૪૪ના સ્ટૉપલૉસે વેચવું. આજ માટે ૮૨૮ તૂટતાં ૮૦૫નો ભાવ. આમાં હવે નવું લેવાનું ૮૫૮ ઉપર જ રાખવું.

ટીસીએસ

૧૧૩૫ નીચે વેચીને વેપાર કરવો. હવે ૧૧૦૫ તૂટતાં ૧૦૬૦થી ૧૦૩૫નો ભાવ.

બૅન્ક નિફ્ટી

૯૭૨૦ નીચે નીચામાં ૯૫૮૦થી ૯૫૧૦ વચ્ચે લેણ કરવું. ૯૭૯૦ ઉપર ઉછાળામાં ૯૯૩૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

તાતા મોટર્સ

૧૯૨ નીચે ૧૯૬ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૮૩ તૂટતાં ૧૭૮ પાસે નફો કરવો.

રિલાયન્સ કૅપિટલ

૩૪૦ રૂપિયા નીચે ૩૪૪ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૩૨૮ તૂટતાં ૩૦૯નો ભાવ.