05 May, 2023 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આંતરિક કમ્બશન એન્જિન આધારિત વાહનોમાંથી ઇલેક્ટ્રિક વાહનોમાં સંક્રમણ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂત નેટવર્ક મહત્ત્વપૂર્ણ છે. ઊર્જા મંત્રાલય હેઠળના બ્યુરો ઑફ એનર્જી એફિશ્યન્સીના ડિરેક્ટર જનરલ અભય બકરેએ રાષ્ટ્રીય રાજધાનીમાં ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીક ૨૦૨૩માં આ ટિપ્પણી કરી હતી.ઈ-મોબિલિટી માટેનો સૌથી મોટો પડકાર એક સુસ્થાપિત આઇસીઈ વાહન સિસ્ટમને બદલવાનો છે. એનો ઉકેલ મજબૂત પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલો છે. સ્કેલની અર્થવ્યવસ્થા સાથે અમે બૅટરી, ઈવી ચાર્જિંગ ઘટકો વગેરેની કિંમતો ઘટાડી શકીએ છીએ અને ઈવી સંક્રમણને એક સફળ બનાવો. જેવી રીતે ભારતે સ્માર્ટફોન ક્રાંતિ સાથે કર્યું હતું એમ અધિકારીએ જણાવ્યું હતું.
ભારતીય રૂપિયો ડૉલર સામે સ્ટેબલ રહ્યો હતો અને ૮૧.૮૦૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની જાહેરાત બાદ ડૉલરમાં મૂવમેન્ટ ઘટી હોવાથી રૂપિયો પણ સ્ટેબલ રહ્યો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૬૮ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૧.૬૬ સુધી મજબૂત બનીને છેલ્લે ૮૧.૮૦૫૦ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૧.૮૨ પર બંધ
રહ્યો હતો. આમ માત્ર એક-બે પૈસાનો જ સુધારો જોવાયો હતો.ફૉરેક્સ ડિલરોએ જણાવ્યું હતું કે ક્રૂડ તેલના ભાવ ઘટ્યા હોવાથી રૂપિયાને ટેકો મળ્યો હતો.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વૈશ્વિક રોકાણકારોને અમૃતકાળમાં ભારતીય અર્થતંત્રની સફરનો એક ભાગ બનવા આમંત્રણ આપ્યું છે, જે આધુનિક રાષ્ટ્ર તરીકેની તેની શતાબ્દી તરફની ૨૫ વર્ષની સફર છે, એમ કહીએ કે એ વૃદ્ધિ અને રોકાણની નવી તકોથી ભરપૂર છે. ૫૬મી એડીબી-એશિયન ડેવલપમેન્ટ બૅન્કની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા સાઉથ કોરિયા આવેલાં નાણાપ્રધાને ‘ન્યુ ઇન્ડિયા’ને આકાર આપવા અને વૈશ્વિક સ્તરે એનું સ્થાન પુનઃ વ્યાખ્યાયિત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુશાસન તરફના વિઝન અને સુધારાલક્ષી આર્થિક વ્યવસ્થા અભિગમ વિશે વિગતવાર જણાવ્યું હતું. રોકાણકારોની ગોળમેજી બેઠકને સંબોધતાં સીતારમણે ભારતમાં તાજેતરના સુધારાઓ વિશે વાત કરી અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને એફડીઆઇ નીતિ સુધારા ઉપરાંત નૅશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન નૅશનલ મૉનિટાઇઝેશન પાઇપલાઇન, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ જેવી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો.