મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો : મોદી કૅબિનેટ

14 March, 2020 11:56 AM IST  |  New Delhi

મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો : મોદી કૅબિનેટ

કરન્સી

કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનધારકોને સરકારે મોટી ભેટ આપી છે. મોદી કૅબિનેટે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે.

આ અગાઉ રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે માર્ચ મહિનાની સેલરી સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું મળશે.

સરકારે ૩ કરોડ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સની સેલરી વધારવાની ફૉર્મ્યુલા બદલી નાખી છે. હવે આ વર્કર્સની સેલરી ૬ મહિના પર વધશે. સરકારે આ સાથે જ નવા બેઝયર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના ડીએ એક્સપર્ટ હરિશંકર તિવારીએ જણાવ્યું કે બેઝયર બદલવાથી ડીએનું કેલ્ક્યુરેશન નવી ઢબે થશે. પહેલાં બેઝયર ૨૦૦૧ હતું અને હવે તેને વધારીને ૨૦૧૬ કરવાનો નિર્ણય લેવાયો છે.

મોંઘવારી ભથ્થું એક એવી રકમ છે જે દેશના સરકારી કર્મચારીઓના ખાણીપીણી, રહેણી-કરણીના સ્તરને સારું બનાવવા માટે અપાય છે. સમગ્ર દુનિયામાં ફક્ત ભારત ઉપરાંત બંગલા દેશ અને પાકિસ્તાન જ એવા દેશો છે જ્યાં સરકારી કર્મચારીઓને આ ભથ્થા મળે છે. આ રકમ એટલા માટે અપાય છે કારણ કે જેથી કરીને મોંઘવારી વધવા છતાં કર્મચારીઓની રહેણીકરણીના સ્તરમાં પૈસાના કારણે સમસ્યા ન થાય. આ રકમ સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને મળે છે.

indian economy business news nirmala sitharaman