સાવધાન : આજથી બે દિવસ બૅન્ક-કર્મચારીઓ હડતાળ પર

31 January, 2020 07:25 AM IST  |  New Delhi

સાવધાન : આજથી બે દિવસ બૅન્ક-કર્મચારીઓ હડતાળ પર

પ્રતીકાત્મક તસવીર

આગામી ત્રણ દિવસ ૩૧ જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી બૅન્કોમાં કોઈ કામ થશે નહીં. બૅન્ક યુનિયનોએ ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી સુધી દેશવ્યાપી બૅન્ક હડતાળનું આહવાન કર્યું છે. બીજી ફેબ્રુઆરીએ રવિવાર હોવાથી બૅન્કોમાં રજા રહેશે.

જણાવી દઈએ કે જાન્યુઆરી ૨૦૨૦માં બૅન્કોની આ બીજી હડતાળ છે. આ અગાઉ ૮ જાન્યુઆરીએ ૬ બૅન્ક-કર્મચારી સંગઠનોએ પણ ભારત બંધમાં ભાગ લીધો હતો. એ દિવસે મોટા ભાગની બૅન્કો બંધ હતી અને જે ખુલ્લી હતી એના કામકાજ પર ભારે અસર પડી હતી.

૯ ટ્રેડ યુનિયનોનું પ્રતિનિધિત્વ કરતા યુનાઇટેડ ફૉરમ ઑફ બૅન્ક યુનિયન્સ (યુએફબીયુ)એ બે દિવસની હડતાળનું આહવાન કર્યું છે. યુએફબીયુ હેઠળ ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોઇઝ અસોસિએશન, ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર કન્ફેડરેશન, નૅશનલ કન્ફેડરેશન ઑફ બૅન્ક એમ્પ્લોઇઝ, ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર અસોસિએશન, બૅન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન ઑફ ઇન્ડિયા આવે છે. ૧૧-૧૩ માર્ચે બૅન્ક-કર્મચારીઓ પાછા ત્રણ દિવસીય હડતાળ પણ કરશે.

આ હડતાળ અનેક માગણીઓ સાથે કરવામાં આવી રહી છે જેને આજકાલ ધ્યાનમાં લેવામાં આવી નથી. સરખા કામ માટે સરખો પગાર, કામનો સમય નિર્ધારિત કરવા માટે, પારિવારિક પેન્શન વગેરે સંબંધિત માગણીઓ પૂર્ણ ન થવાને કારણે ફરીથી હડતાળનું આહવાન કર્યું છે. બૅન્ક-કર્મચારીઓ અને અધિકારીઓની હડતાળ બૅન્કોના કામકાજને અસર કરી શકે છે.

state bank of india business news