અનિલ અંબાણીની વધુ એક મુશ્કેલી, NCLATએ અવમાનના અરજી પર માંગ્યો જવાબ

17 April, 2019 05:27 PM IST  |  નવી દિલ્હી

અનિલ અંબાણીની વધુ એક મુશ્કેલી, NCLATએ અવમાનના અરજી પર માંગ્યો જવાબ

અનિલ અંબાણીની વધુ મુશ્કેલી

રિલાયંસ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. NCLTએ અનિલ અંબાણીએ HSBC ડેઝીના શેરધારકોએ દાખલ કરેલી અવમાનના અરજી પર 10 દિવસમાં જવાબ માંગ્યો છે.

રિલાયંસ ગ્રુપની આર-ઈન્ફ્રાટેલ દ્વારા કથિત રીતે 230 કરોડ રૂપિયાની ચુકવણીમાં થયેલી ભૂલને લઈને HSBC ડેઝીએ અપીલીય ન્યાયાધિકરણમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી આજે થઈ. જેમાં NCLTના ચેરમેન ન્યાયમૂર્તિ એસ જે મુખોપાધ્યાયની આગેવની વાળી બેંચે કહ્યું કે, "અમે HSBC ડેઝી ઈન્વેસ્ટમેંટ્સ અને કંપનીના કેટલાક અલ્પાંશ શેરધારકોએ દાખલ કરેલી અવમાનની અરજી પર અંબાણીનો જવાબ સાંભળવા માંગીએ છે. સુનાવણી દરમિયાન HSBC તરફથી હાજર થયેલા અધિવક્તાએ કહ્યું કે NCLTએ 29 જૂન, 2018એ જે આદેશ પસાર કર્યો હતો તે અંતર્ગત રિલાયન્સ ગ્રુપની કંપનીએ 230 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની હતી. તેને પુરો ન કરવો અદાલતની અવમાનનાનો મામલો છે. આ મામલે અનિલ અંબાણીના જવાબ બાદ અરજીકર્તાઓએ જવાબ આપવો પડશે. અરજીકર્તાઓને આ માટે વધુ એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે."

આ પણ વાંચોઃ ડીલ બાદ અનિલ અંબાણીની કંપનીનો 1100 કરોડનો ટૅક્સ-માફ

પહેલા પણ થઈ ચુક્યો છે અવમાનના કેસ
આ પહેલા ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે એરિક્સન ઈંડિયાની અરજી પર અનિલ અંબાણીને અવમાનના માટે દોષી કરાર આપ્યો હતો. કોર્ટમાં એરિક્સન ઈંડિયાએ આરોપ લગાવ્યો હતો કે રિલાયંસ ગ્રુપ પાસે રાફેલ ડીલમાં રોકાણ કરવાની રકમ છે. પણ તેમના લેણાં નિકળતા નાણાં તેઓ નથી આપી રહ્યા. આ અપીલ બાદ કોર્ટે કડક વલણ દાખવતા રિલાયન્સને 4 અઠવાડિયામાં ચુકવણી કરવા કહ્યું હતું.

anil ambani