NASSCOMએ જણાવ્યું ગુજરાતના ઉદ્યોગો ટેકનોલોજીનો ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે

15 September, 2019 09:00 PM IST  |  Gandhinagar

NASSCOMએ જણાવ્યું ગુજરાતના ઉદ્યોગો ટેકનોલોજીનો ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે

ઉદ્યોગોમાં વધી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની હોડ

Gandhinagar : ભારત દેશ ટેકનોલોજીનો ઉપયોગ બહુ ઝડપથી કરી રહ્યું છે. કોઇ પણ ધંધાને ઝડપી આગળ વધારવા માટ ટેકનોલોજીનો ઉપયોગ ઘણો સરળ બને છે. ત્યારે આવી કોઇ બાબતમાં ગુજરાત શું કામ પાછળ રહે. આ વાત ખુદ નેશનલ એસોશિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ (NASSCOM) કંપનીએ જણાવ્યું છે.નાસ્કોમ કંપનીના મતે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવી ટેક્નોલોજી અપનાવવામાં ગુજરાતના ઉદ્યોગો દેશના અન્ય રાજ્યોની તુલનામાં આગળ છે.

ગુજરાતમાં મોટા જ નહીં પણ નાના ઉદ્યોગો પણ ટેકનોલોજીનું મહત્વ સમજે છે : NASSCOM
ફેડરેશન ઓફ ઈન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (
FICCI) ગુજરાત સ્ટેટ કાઉન્સિલ દ્વારા AI અને IoT ઉપયોગ કરીને સ્પર્ધાત્મકતા વધારવા અંગે ઈન્ડસ્ટ્રી 4.0 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં હાજર નાસ્કોમના ચીફ એક્સીક્યુટીવ ઓફિસર સંજીવ મલ્હોત્રાએ જણાવ્યું કે, ગુજરાતમાં મોટા જ નહિ પણ મધ્યમ કદના ઉદ્યોગો પણ ટેક્નોલોજીનું મહત્વ સમજે છે અને એટલે જ અહી AI અને IoTનું એડોપ્શન વધુ છે.


ફાર્મા ક્ષેત્રે આવી ટેકનોલોજી માટે ઘણી તકો રહેલી છે: પંકજ પટેલ
ઝાયડસ કેડીલા ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પંકજ પટેલે AI અને IoT જેવી ટેક્નોલોજી અંગે જણાવતા કહ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આ ટેકનોલોજી માટે ઘણી તકો રહેલી છે. આપણી પાસે રિસર્ચના ઘણા ડેટા છે પણ અગાઉ તેનો ઉપયોગ થયો નથી. હવે જયારે આપણી પાસે ટેકનોલોજી ઉપલબ્ધ છે ત્યારે આ ડેટાના માધ્યમથી આપણે અનેક મુશ્કેલીઓનો હલ શોધી શકીએ છીએ. આના માધ્યમથી આપણે એવું ઘણું કરી શકીએ છીએ જેથી લોકોનું જીવન સુધારી શકાય.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

ગુજરાતમાં ઓટોમેશન માટે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે
ઝાયડસના એડવાઇઝર અને ફિક્કીના કો-ચેર સુનીલ પારેખે જણાવ્યું કે, ગુજરાતમાં મોટા ભાગના તમામ સેક્ટરોમાં મેન્યુફેક્ચરીંગ વધુ માત્રામાં થઇ રહ્યું છે. ખાસ કરીને ઓટો ઇન્ડસ્ટ્રીઝ, ફાર્મા, એન્જિનિયરિંગ, કેમિકલ વગેરે જેવા સેક્ટરમાં ઓટોમેશન માટે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે. ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ઉત્પાદન માટે હવે AI અને IoT જેવી ટેકનોલોજીનો વપરાશ ધીમે ધીમે વધી રહ્યો છે.

business news gujarat