ICICI બેન્કના CEO ચંદા કોચરને મળ્યાં જામીન, દેશની બહાર જવા પર રોક

12 February, 2021 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ICICI બેન્કના CEO ચંદા કોચરને મળ્યાં જામીન, દેશની બહાર જવા પર રોક

ચંદા કોચર

આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank)ના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર શુક્રવારે આઈસીઆઈસીઆઈ બેન્ક- વીડિયોકોન મની-લૉન્ડરિંગ કેસમાં એક વિશેષ પીએમએલએ કોર્ટમાં હાજર થયા. કોર્ટે તેમને 5 લાખ રૂપિયાના બૉન્ડ પર જામીન મંજૂર કર્યા છે સાથે જ એમ પણ કહ્યું કે તેઓ કોર્ટની મંજૂરી વિના દેશમાંથી બહાર જઈ શકશે નહીં.

નોંધપાત્ર વાત એ છે કે પીએમએલએ કોર્ટે 30 જાન્યુઆરીના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટની નોંધ લેતા ચંદા કોચર, તેમના પતિ દીપક કોચરને વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપલ અને અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યા હતા. વિશેષ ન્યાયાધીન એએ નાંદગાંવકરના સમક્ષ પોતાના વકીલ વિજય અગ્રવાલના માધ્યમથી ચંદા કોચરે આ મામલામાં જામીન અરજી કરવામાં આવી હતી. કોર્ટે જામીન અરજી પર ઈડી પાસેથી પોતાનો જવાબ ફાઈલ કરવા જણાવ્યું હતું. આ મામલામાં સપ્ટેમ્બર 2020માં દીપક કોચરને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

કોચર, ધૂત અને અન્ય લોકો સામે મની-લૉન્ડરિંગનો ગુનાહિત કેસ દાખલ કર્યા બાદ ઈડીએ સપ્ટેમ્બર 2020માં ચંદા કોચરની ધરપકડ કરી હતી. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે ચંદા કોચરની અધ્યક્ષતાવાળી આઈસીઆઈસીઆઈ બેન્કની એક સમિતિએ વીડિયોકૉન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડ રૂપિયાની લોનને મંજૂર કરી હતી. ત્યાર બાદ 8 સપ્ટેમ્બરના રોજ વીડિયોકૉન ઈન્ડસ્ટ્રીઝે 64 કરોડ રૂપિયા ન્યૂ-પાવર રિન્યૂએબલ પ્રાઈવેટ લિમિટેડ (NRPL)ને ટ્રાન્સફર કર્યા. જણાવી દઈએ કે એનઆરપીએલના માલિક દીપક કોચર જ છે. આની પહેલા કરવામાં આવેલી સુનવણીમાં કહેવામાં આવ્યું હતું કે પીએમએલએ હેઠળ આપાવામાં આવેલી સામગ્રી, લેખિત ફરિયાદો અને નિવેદનોના આધારે લાગે છે કે ચંદા કોચરે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. કોર્ટનું કહેવું હતું કે તેમણે પોતાના પતિ દ્વારા અયોગ્ય લાભ લીધો.

icici bank business news