અનિલ અંબાણીની મુશ્કેલી વધી, સરકારે રિલાયન્સ નેવલને ફટકારી શો-કૉઝ નોટિસ

12 February, 2020 07:46 AM IST  |  Mumbai

અનિલ અંબાણીની મુશ્કેલી વધી, સરકારે રિલાયન્સ નેવલને ફટકારી શો-કૉઝ નોટિસ

અનિલ અંબાણી

અનિલ અંબાણી દ્વારા પ્રમોટેડ રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ લિમિટેડને કેન્દ્ર સરકારે શો-કૉઝ નોટિસ ફટકારી છે. કંપનીએ કેન્દ્ર સરકાર સાથે કરેલા ૨૫૦૦ કરોડ રૂપિયાના કરાર હેઠળ પાંચ નેવલ ઓફ્ફશોર પેટ્રોલ વેસલની ડિલિવરી કરવામાં નિષ્ફળ રહી છે અને એ ઉપરાંત વિવિધ બૅન્કની આપેલી લગભગ ૮૯૦ કરોડ રૂપિયાની ગૅરન્ટી વટાવ્યા બાદ સરકારે કડક વલણ અપનાવી કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી છે. 

રક્ષા મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ નેવલ કંપનીએ એક મહિનામાં તેની વિગતવાર માહિતી આપવી પડશે કે શા માટે મે ૨૦૧૧માં કરાર કરવામાં આવ્યો હતો જે હેઠળ વર્ષ ૨૦૧૪-’૧૫થી ૨૦૦૦ ટનના પાંચ નેવલ ઓફ્ફશોર પેટ્રોલ વેસલની ડિલિવરી કરવાની હતી, એ શા માટે રદ ન કરવી જોઈએ.

સૂત્રોએ જણાવ્યું કે કંપનીએ અત્યાર સુધીમાં એક પણ જહાજની ડિલિવરી કરી નથી. સામૂહિક રીતે ૯૮૦ કરોડ રૂપિયાની વિવિધ બૅન્કોની ગૅરન્ટીને વટાવીને સરકારનાં હિતોને સુરક્ષિત કરવાની જરૂર હતી જેમાં ડીલમાં આવેલા તમામ ઍડ્વાન્સને આવરી લે. આ બૅન્ક ગૅરન્ટીને થોડાક દિવસ પહેલાં જ વટાવી લેવામાં આવી છે.

anil ambani reliance business news