મુકેશ અંબાણી સળંગ પાંચમા વર્ષે ભારતીય ધનિકોમાં ટોચે, જુઓ યાદી

25 October, 2012 09:16 AM IST  | 

મુકેશ અંબાણી સળંગ પાંચમા વર્ષે ભારતીય ધનિકોમાં ટોચે, જુઓ યાદી




અમેરિકાથી પ્રસિદ્ધ થતા ફૉબ્ર્સ મૅગેઝિને ગઈ કાલે ભારતના બિલ્યનર્સની લેટેસ્ટ યાદી જાહેર કરી હતી. આ લિસ્ટ મુજબ ભારતમાં આ વર્ષે આગલા વર્ષ કરતાં બિલ્યનર્સની સંખ્યા વધી છે. આ સંખ્યા ૫૭થી વધીને ૬૧ થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ યાદીમાં સતત પાંચમા વર્ષે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. તેમની કુલ સંપત્તિ ૨૧ અબજ ડૉલર (આશરે ૧૧૨૫ અબજ રૂપિયા) થઈ છે. ગયા વર્ષ કરતાં તેમની સંપત્તિ ૧.૬૦ અબજ ડૉલર (આશરે ૮૫.૬૪ અબજ રૂપિયા) ઘટી છે.

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણી ૧૧મા ક્રમે છે. તેમની સંપત્તિ ૬ અબજ ડૉલર (આશરે ૩૨૧.૫૫ અબજ રૂપિયા) જેટલી છે. સન ફાર્મા ગ્રુપના સ્થાપક દિલીપ સંઘવી સૌપ્રથમ વાર ટૉપ ફાઇવમાં આવ્યા છે. ૯.૨૦ અબજ ડૉલર (આશરે ૪૯૩ અબજ રૂપિયા)ની ઍસેટ્સ સાથે તેઓ પાંચમા ક્રમે છે.

વિજય માલ્યા બિલ્યનર્સમાંથી આઉટ

યુ. બી. ગ્રુપના ફાઉન્ડર અને કિંગફિશર ઍરલાઇન્સના પ્રમોટર વિજય માલ્યા બિલ્યનર્સની યાદીમાંથી આઉટ થઈ ગયા છે. ગઈ કાલે ફૉબ્ર્સ મૅગેઝિને ઇન્ડિયન બિલ્યનર્સની જે યાદી બહાર પાડી હતી એમાં વિજય માલ્યાનો સમાવેશ નથી થતો. ભારતમાં કુલ ૬૧ બિલ્યનર્સ છે. સંપત્તિની દૃષ્ટિએ ભારતમાં હવે વિજય માલ્યાનો ક્રમ ૭૩મો છે. તેમની સંપત્તિ એક અબજ ડૉલર (આશરે ૫૫૦૦ અબજ રૂપિયા) કરતાં ઓછી છે. તેમની સંપત્તિ હવે ૮૦ કરોડ ડૉલર (આશરે ૪૨૮૫ કરોડ રૂપિયા) જેટલી છે.

યુ. બી. = યુનાઇટેડ બ્રુઅરીઝ

મુકેશ અંબાણી, મુંબઈ

ઉંમર : ૫૫ વર્ષ

સંપત્તિ : ૧૧૨૫ અબજ રૂપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર

લક્ષ્મી મિત્તલ, લંડન

ઉંમર : ૬૨ વર્ષ

સંપત્તિ : ૮૫૭ અબજ રૂપિયા

મિત્તલ સ્ટીલના ચૅરમૅન

અઝીમ પ્રેમજી, બૅન્ગલોર

ઉંમર : ૬૭ વર્ષ

સંપત્તિ : ૬૫૪ અબજ રૂપિયા

વિપ્રો લિમિટેડના ચૅરમૅન

પાલનજી મિસ્ત્રી, મુંબઈ

ઉંમર : ૮૩ વર્ષ

સંપત્તિ : ૫૨૫ અબજ રૂપિયા

શાપુરજી પાલનજી ગ્રુપના ફાઉન્ડર

દિલીપ સંઘવી, મુંબઈ

ઉંમર : ૫૭ વર્ષ

સંપત્તિ : ૪૯૩ અબજ રૂપિયા

સન ફાર્માના ચૅરમૅન

અદી ગોદરેજ, મુંબઈ

ઉંમર : ૭૦ વર્ષ

સંપત્તિ : ૪૮૨ અબજ રૂપિયા

ગોદરેજ ગ્રુપના ચૅરમૅન

સાવિત્રી જિન્દાલ, દિલ્હી

ઉંમર : ૬૨ વર્ષ

સંપત્તિ : ૪૩૯.૫૦ અબજ રૂપિયા

જિન્દાલ ગ્રુપનાં ચૅરપર્સન

શશી અને રવિ રુઇયા, મુંબઈ

ઉંમર : ૬૯ વર્ષ

સંપત્તિ : ૪૩૪ અબજ રૂપિયા

એસ્સાર ગ્રુપના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર

હિન્દુજા બ્રધર્સ, લંડન

સંપત્તિ : ૪૨૮.૭૫ અબજ રૂપિયા

હિન્દુજા ગ્રુપના ફાઉન્ડર્સ

કુમાર મંગલમ બિરલા, મુંબઈ

ઉંમર : ૪૫ વર્ષ

સંપત્તિ : ૪૧૮ અબજ રૂપિયા

એ. બી. બિરલા ગ્રુપના ચૅરમૅન

અનિલ અંબાણી, મુંબઈ

ઉંમર : ૫૩ વર્ષ

સંપત્તિ : ૩૨૧.૫૫ અબજ રૂપિયા

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચૅરમૅન

સુનીલ મિત્તલ, દિલ્હી

ઉંમર : ૫૫ વર્ષ

સંપત્તિ : ૩૧૬ અબજ રૂપિયા

ભારતી ઍરટેલના ચૅરમૅન

શિવ નાડર, દિલ્હી

ઉંમર : ૬૭ વર્ષ

સંપત્તિ : ૩૦૦ અબજ રૂપિયા

એચસીએલ ટેક્નૉલૉજીઝના ચૅરમૅન

કુશલ પાલ સિંહ, દિલ્હી

ઉંમર : ૮૧ વર્ષ

સંપત્તિ : ૨૯૪.૮૦ અબજ રૂપિયા

ડીએલએફના ચૅરમૅન

ઉદય કોટક, મુંબઈ

ઉંમર : ૫૩ વર્ષ

સંપત્તિ : ૨૩૦.૪૬ અબજ રૂપિયા

કોટક મહિન્દ્ર

બૅન્કના વાઇસ ચૅરમૅન અને

મૅનેજિંગ ડિરેક્ટર

ગૌતમ અદાણી, અમદાવાદ

ઉંમર : ૫૦ વર્ષ

સંપત્તિ : ૨૦૯ અબજ રૂપિયા

અદાણી ગ્રુપના ચૅરમૅન

મિકી જગતિયાણી, દુબઈ

ઉંમર : ૬૧ વર્ષ

સંપત્તિ : ૨૦૩.૬૮ અબજ રૂપિયા

દુબઈના લૅન્ડમાર્ક

ગ્રુપના ચૅરમૅન

આનંદ બર્મન, દિલ્હી

ઉંમર : ૭૫ વર્ષ

સંપત્તિ : ૧૮૭.૬૦ અબજ રૂપિયા

ડાબર ઇન્ડિયાના ચૅરમૅન

રાહુલ બજાજ, પુણે

ઉંમર : ૭૪ વર્ષ

સંપત્તિ : ૧૮૨.૨૬ અબજ રૂપિયા

બજાજ ગ્રુપના ચૅરમૅન

સાયરસ પૂનાવાલા, પુણે

ઉંમર : ૭૧ વર્ષ

સંપત્તિ : ૧૭૬.૯૦ અબજ રૂપિયા

બાળકોની રસી

બનાવતી સિરપ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના ઑનર

અનિલ અગરવાલ, લંડન

ઉંમર : ૫૯ વર્ષ

સંપત્તિ : ૧૬૬.૨૦ અબજ રૂપિયા

વેદાંતા ગ્રુપના ચૅરમૅન

માલવિન્દર અને શિવિન્દર સિંહ, દિલ્હી

ઉંમર : ૪૦ વર્ષ

સંપત્તિ : ૧૬૦.૮૪ અબજ રૂપિયા

રૅનબૅક્સી લૅબોરેટરીઝના ફાઉન્ડર્સ

સુભાષચંદ્ર, મુંબઈ

ઉંમર : ૬૧ વર્ષ

સંપત્તિ : ૧૫૫.૪૭ અબજ રૂપિયા

ઝી ગ્રુપના ચૅરમૅન

કલાનિધિ મારન, ચેન્નઈ

ઉંમર : ૪૭ વર્ષ

સંપત્તિ : ૧૫૦.૧૧ અબજ રૂપિયા

સન નેટવર્કના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર

પંકજ પટેલ, અમદાવાદ

ઉંમર : ૫૯ વર્ષ

સંપત્તિ : ૧૩૪ અબજ રૂપિયા

કેડિલા હેલ્થકૅરના ચૅરમૅન

બ્રિજમોહનલાલ મુંજાલ, દિલ્હી

ઉંમર : ૯૦ વર્ષ

સંપત્તિ : ૧૨૮.૬૬ અબજ રૂપિયા

હીરો મોટોકૉર્પના ચૅરમૅન

દેશબંધુ ગુપ્તા, મુંબઈ

ઉંમર : ૭૫ વર્ષ

સંપત્તિ : ૧૨૫.૯૭ અબજ રૂપિયા

લુપિન લિમિટેડના ચૅરમૅન

અજય કલસી, દિલ્હી

સંપત્તિ : ૧૨૩.૩૦ અબજ રૂપિયા

ઇન્ડસ ગૅસના ચીફ એક્ઝિક્યુટિવ

રાજન રાહેજા, મુંબઈ

ઉંમર : ૫૮ વર્ષ

સંપત્તિ : ૧૧૭.૯૪ અબજ રૂપિયા

રાજન રાહેજા ગ્રુપના ફાઉન્ડર

યુસુફ હમીદ, મુંબઈ

ઉંમર : ૭૬ વર્ષ

સંપત્તિ : ૧૦૭.૨૨ અબજ રૂપિયા

સિપ્લાના ચૅરમૅન

ઇન્દુ જૈન, દિલ્હી

ઉંમર : ૭૬ વર્ષ

સંપત્તિ : ૧૦૧.૮૫ અબજ રૂપિયા

ટાઇમ્સ ગ્રુપના ચૅરપર્સન

ચંદ્રુ રાહેજા, મુંબઈ

ઉંમર : ૭૨ વર્ષ

સંપત્તિ : ૯૯.૧૭

અબજ રૂપિયા

કે. રાહેજા ગ્રુપના ચૅરમૅન

હબીબ ખોરાકીવાલા, મુંબઈ

ઉંમર : ૭૧ વર્ષ

સંપત્તિ : ૯૬.૪૬

અબજ રૂપિયા

વૉકહાર્ટના ચૅરમૅન

બેનુ ગોપાલ બાંગુર, કલકત્તા

ઉંમર : ૮૨ વર્ષ

સંપત્તિ : ૯૧.૧૦

અબજ રૂપિયા

બાંગુર ગ્રુપના ચૅરમૅન

બ્રિજભૂષણ સિંઘલ, દિલ્હી

ઉંમર : ૭૫ વર્ષ

સંપત્તિ : ૮૫.૭૫

અબજ રૂપિયા

ભૂષણ ગ્રુપના ફાઉન્ડર

સુધીર-સમીર મહેતા, અમદાવાદ

સંપત્તિ : ૮૩.૬૦

અબજ રૂપિયા

ટોરન્ટ ગ્રુપના પ્રમોટર

હર્ષ મારીવાલા, મુંબઈ

ઉંમર : ૬૧ વર્ષ

સંપત્તિ : ૮૩ અબજ રૂપિયા

મેરિકો ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર

વેણુગોપાલ ધૂત, મુંબઈ

ઉંમર : ૬૧ વર્ષ

સંપત્તિ : ૮૦.૪૫

અબજ રૂપિયા

વિડિયોકૉન ગ્રુપના ચૅરમૅન

મુરલી ડિવી, હૈદરાબાદ

ઉંમર : ૬૧ વર્ષ

સંપત્તિ : ૭૯.૮૫

અબજ રૂપિયા

ડિવીઝ લૅબોરેટરીઝના ફાઉન્ડર

મંગલપ્રભાત લોઢા, મુંબઈ

ઉંમર : ૫૬ વર્ષ

સંપત્તિ : ૭૭.૬૯

અબજ રૂપિયા

લોઢા ગ્રુપના ચૅરમૅન

જી. એમ. રાવ, બૅન્ગલોર

ઉંમર : ૬૨ વર્ષ

સંપત્તિ : ૭૬ અબજ રૂપિયા

જીએમઆર ગ્રુપના ચૅરમૅન

એન. આર. નારાયણમૂર્તિ, બૅન્ગલોર

ઉંમર : ૬૭ વર્ષ

સંપત્તિ : ૭૫ અબજ રૂપિયા

ઇન્ફોસિસના ફાઉન્ડર

કે. અન્જી રેડ્ડી, હૈદરાબાદ

ઉંમર : ૭૧ વર્ષ

સંપત્તિ : ૭૪.૪૭

અબજ રૂપિયા

ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝના ફાઉન્ડર

હરિ અને શ્યામ ભારતિયા, દિલ્હી

સંપત્તિ : ૭૩.૯૩

અબજ રૂપિયા

જ્યુબિલન્ટ ગ્રુપના ફાઉન્ડર

બળવંત પારેખ, મુંબઈ

ઉંમર : ૮૮ વર્ષ

સંપત્તિ : ૭૨.૮૪

અબજ રૂપિયા

પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન

વિકાસ ઑબેરૉય, મુંબઈ

ઉંમર : ૪૨ વર્ષ

સંપત્તિ : ૭૨.૩૧

અબજ રૂપિયા

ઑબેરૉય રિયલ્ટીના ફાઉન્ડર

અશ્વિન દાણી, મુંબઈ

ઉંમર : ૭૦ વર્ષ

સંપત્તિ : ૭૧.૭૮

અબજ રૂપિયા

એશિયન પેઇન્ટ્સના ચૅરમૅન

અજય પિરામલ, મુંબઈ

ઉંમર : ૫૭ વર્ષ

સંપત્તિ : ૬૯.૬૩

અબજ રૂપિયા

અજય પિરામલ ગ્રુપના ચૅરમૅન

કપિલ અને રાહુલ ભાટિયા, દિલ્હી

સંપત્તિ : ૬૯.૧૦

અબજ રૂપિયા

ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝિસના એક્ઝિક્યુટિવ ચૅરમૅન

રાકેશ ઝુનઝુનવાલા, મુંબઈ

ઉંમર : ૫૨ વર્ષ

સંપત્તિ : ૬૬.૯૫

અબજ રૂપિયા

અગ્રણી ઇન્વેસ્ટર અને ટ્રેડર

એસ. ગોપાલક્રિષ્નન, બૅન્ગલોર

ઉંમર : ૫૭ વર્ષ

સંપત્તિ : ૬૬.૪૨

અબજ રૂપિયા

ઇન્ફોસિસના કો-ફાઉન્ડર

નિરંજન હીરાનંદાણી, મુંબઈ

ઉંમર : ૬૨ વર્ષ

સંપત્તિ : ૬૫.૮૮

અબજ રૂપિયા

હીરાનંદાણી ગ્રુપના ફાઉન્ડર

નંદન નિલકેની, દિલ્હી

ઉંમર : ૫૭ વર્ષ

સંપત્તિ : ૬૪.૨૭

અબજ રૂપિયા

ઇન્ફોસિસના કો-ફાઉન્ડર

મોફતરાજ મુનોત, મુંબઈ

ઉંમર : ૬૮ વર્ષ

સંપત્તિ : ૬૨.૬૬

અબજ રૂપિયા

કલ્પતરુ ગ્રુપના ફાઉન્ડર

એમ. જી. જ્યૉર્જ મુથુટ, દિલ્હી

ઉંમર : ૬૨ વર્ષ

સંપત્તિ : ૬૧.૦૫ અબજ રૂપિયા

મુથુટ ગ્રુપના ચૅરમૅન

અશ્વિન ચોકસી, મુંબઈ

ઉંમર : ૬૯ વર્ષ

સંપત્તિ : ૫૯.૯૭ અબજ રૂપિયા

એશિયન પેઇન્ટ્સના ફાઉન્ડર

રાજેશ મહેતા, બૅન્ગલોર

ઉંમર : ૪૮ વર્ષ

સંપત્તિ : ૫૮.૯૦ અબજ ડૉલર

રાજેશ એક્સર્પોટ્સના ચૅરમૅન

અભય વકીલ, મુંબઈ

ઉંમર : ૬૧ વર્ષ

સંપત્તિ : ૫૭.૮૪ અબજ રૂપિયા

એશિયન પેઇન્ટ્સના કો-ફાઉન્ડર

મુરુગપ્પા ફૅમિલી, ચેન્નઈ

સંપત્તિ : ૫૬.૭૬ અબજ રૂપિયા

મુરુગપ્પા ગ્રુપના ફાઉન્ડર

ગૌતમ થાપર, દિલ્હી

ઉંમર : ૫૧ વર્ષ

સંપત્તિ : ૫૬.૨૩ અબજ રૂપિયા

થાપર ગ્રુપના ચૅરમૅન

ગ્લેન સરડાના, મુંબઈ

ઉંમર : ૪૧ વર્ષ

સંપત્તિ : ૫૫.૧૫ અબજ રૂપિયા

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના ફાઉન્ડર