મુકેશ અંબાણી- રિલાયન્સે જર્મન કંપનીનો ભારતીય કારોબાર ખરીદ્યો,2850 કરોડમાં થઈ ડીલ

22 December, 2022 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એશિયાના બીજા સૌથી ધનાઢ્ય અરબપતિ મુકેશ અંબાણીએ જર્મીનીના રિટેલ વિક્રેતા મેટ્રો એજી (Metro AG)ના ભારતના કારોબારને ખરીદી લીધો છે. આ ડીલ 2,850 કરોડ રૂપિયામાં થઈ છે.

મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)

મુકેશ અંબાણીએ (Mukesh Ambani) નવા વર્ષ પહેલા હજી એક મોટી ડીલ કરી છે. એશિયાના બીજા સૌથી ધનાઢ્ય અરબપતિ મુકેશ અંબાણીએ જર્મનીના રિટેલ વિક્રેતા મેટ્રો એજી (Metro AG)ના ભારતના કારોબારને ખરીદી લીધો છે. આ ડીલ 2,850 કરોડ રૂપિયામાં થઈ છે. જણાવવાનું કે અરબપતિ મુકેશ અંબાણી ભારતના વિશાળ રિટેલ સેક્ટરમાં પોતાની પ્રમુખ સ્થિતિને મજબૂત કરવા માગે છે.

100 ટકા ઈક્વિટી ભાગીદારી કરવાની ડીલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ (RRVL)એ કુલ 2850 કરોડની ડીલ કરીને મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (`મેટ્રો ઈન્ડિયા`)માં 100 ટકા ઈક્વિટી ભાગીદારી હાંસલ કરવા માટે સહી કરી છે. મેટ્રો ઈન્ડિયાએ 2003માં દેશમાં કેશ-એન્ડ-કેરી બિઝનેસ ફૉર્મેટ રજૂ કરનારી આ પહેલી કંપની તરીકે ભારતમાં શરૂઆત કરી હતી અને હાલ લગભગ 3500 કર્મચારીઓની સાથે 21 શહેરોમાં 31 મોટા સ્ટોર સંચાલિત કરે છે. મલ્ટી-ચેનલ B2B કૅશ એન્ડ કેરી હોલસેલર ભારતમાં 3 મિલિયનથી વધારે B2B ગ્રાહકો સુધી પહોંચ્યું છે, જેમાંથી 1 મિલિયન ગ્રાહક પોતાના સ્ટોર નેટવર્ક અને eB2B એપના માધ્યમે ઘણીવાર ખરીદારી કરે છે.

રિલાયન્સ રિટેલનો વધશે વેપાર
નાણાંકીય વર્ષ 2021/22 (સપ્ટેમ્બર 2022ના પૂરા થતાં નાણાંકીય વર્ષ)માં, મેટ્રો ઈન્ડિયાએ 7700 કરોડનું વેચાણ કર્યું, જે ભારતના માર્કેટમાં પ્રવેશ્યા બાદ સૌથી સારું વેચાણ પ્રદર્શન છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ અધિગ્રહણ રિલાયન્સ રિટેલના ડિજિટલ સ્ટોર અને સપ્લાય ચેન નેટવર્ક, પ્રૌદ્યોગિક પ્લેટફૉર્મ અને સોર્સિંગ ક્ષમતાઓમાં તાલમેલ અને દક્ષતાનો લાભ ઊઠાવીને ગ્રાહકો અને નાના વેપારીઓની સારી સેવા કરવાની ક્ષમતાને હજી વધારે મજબૂત બનાવશે. આ અધિગ્રહણના માધ્યમે, રિલાયન્સ રિટેલને મુખ્ય શહેરોમાં પ્રમુખ સ્થલે સ્થિત મેટ્રો ઈન્ડિયા સ્ટોર્સના એક વિસ્તૃત નેટવર્ક સપધી પહોંચશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના નિદેશક ઈશા અંબાણીએ કહ્યું, "મેટ્રો ઈન્ડિયાનું અધિગ્રહણ નાના વેપારીઓ અને ઉદ્યમોની સાથે સક્રિય સહયોગના માધ્યમે શૅર સમૃદ્ધિનું એક અલગ મૉડલ બનાવવાની અમારી નવી સ્ટ્રેટેજી હેઠળ છે. મેટ્રો ઈન્ડિયા ભારતીય B2B બજારમાં પ્રમુખ દિગ્ગજ પ્લેયર છે અને આણે મજબૂત ગ્રાહક અનુભવ આપનાર એક ખાસ મલ્ટી-ચેનલ પ્લેટફૉર્મ પણ બનાવ્યું છે."

આ પણ વાંચો : દુનિયામાં ભલે મંદી, પણ ભારતના અમીરોને ચાંદી

મેટ્રો એજીના સીઈઓ સ્ટીફન ગ્રેબેલે કહ્યું, "મેટ્રો ઈન્ડિયા સાથે, અમે યોગ્ય સમયે એક ખૂબ જ ગતિશીલ બજારમાં વધીએ અને લાભદાયક હોલસેલ વેપારીને વેચી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે રિલાયન્સમાં અમને એક ઉપયુક્ત ભાગીદાર મળ્યા છે જે સફળતાથી ઈચ્છુક અને સક્ષમ છે." આ બજારના માહોલમાં ભવિષ્યમાં મેટ્રો ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. જણાવવાનું કે 16600થી વધારે સ્ટોરની સાથે ભારતનું સૌથી મોટું બ્રિક એન્ડ મોર્ટાર રિટેલર છે. તો મેટ્રો 34 દેશોમાં હોલસેલ અને ફૂડ રિટેલમાં ટૉપ ઈન્ટરનેશનલ એનાલિસ્ટ છે.

business news mukesh ambani Isha Ambani reliance germany Mumbai mumbai news