TCSના 100થી વધુ કર્મચારીઓને મળે છે વાર્ષિક એક કરોડથી વધારે પગાર

14 June, 2019 03:55 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

TCSના 100થી વધુ કર્મચારીઓને મળે છે વાર્ષિક એક કરોડથી વધારે પગાર

TCSના 100થી વધુ કર્મચારીઓને મળે છે વાર્ષિક એક કરોડથી વધારે પગાર

દિગ્ગજ આઈટી કંપના ટાટા કંસ્લટન્સી સર્વિસમાં 100થી વધુ એવા લોકો છે જેમને વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધારેનું પેકેજ મળી રહ્યું છે. આ કર્મચારીઓમાંથી ચોથા ભાગના એવા છે જેમણે પોતાનું કરિઅર આ કંપનીથી સ્ટાર્ટ કર્યું છે. આ પહેલા નાણાકીય વર્ષ 2017-18માં કંપની 91થી વધુ કર્મચારીઓને 1 કરોડથી વધુનું વાર્ષિક પેકેજ આપતી હતી, હવે આ સંખ્યા 103 થઈ ગઈ છે. આ કર્મચારીઓમાં કંપનીના CEO અને COOને નથી જોડવામાં આવ્યા.

ઈંફોસિસમાં 60 કરોડપતિ કર્મચારી
IT ક્ષેત્રની બીજી કંપનીઓની વાત કરીએ તો ઈંફોસિસમાં 60થી વધુ કર્મચારીઓ છે જેમની સેલેરી એક કરોડ રૂપિયા વાર્ષિકથી વધારે છે. જણાવી દઈએ કે ટીસીએસમાં 72 વર્ષના બરિન્દ્ર સન્યાલ કરોડ રૂપિયાની સેલેરી પામનારા સૌથી વધુ ઉંમરના કર્મચારી છે. તેઓ હાલ ફાઈનાન્સ વિભાગના વાઈસ પ્રેસીડેન્ટ છે.

પાંચ કરોડ સુધીની વાર્ષિક સેલેરી
ટીસીએસના લાઈફ સાઈંસ, હેલ્થકેર અને પબ્લિક સર્વિસના હેડ દેબાશિસ ઘોષની વાર્ષિક સેલેરી 4.7 કરોડ રૂપિયા છે. કંપનીના બિઝનેસ અને ટેક્નોલોજી હેડ કૃષ્ણા રામાનુજને વાર્ષિક 4.1 કરોડ રૂપિયા સેલેરી આપવામાં આવે છે. જ્યારે કંપનીના બેંકિંગ અને ફાઈનાન્સ કે કૃતિવાસનને 4.3 કરોડ રૂપિયા પગાર આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ એમેઝોન વિશ્વની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ બની, ગુગલ અને એપલને પછાડ્યું

TCSમાં લાંબા સમય સુધી રહે છે કર્મચારીઓ
ઈંડસ્ટ્રીના જાણકારોના અનુસાર ટીસીએસની સફળતા પાછળ કર્મચારીઓનું લાંબા સમય સુધી રહેવું છે. જાણકારો એ પણ માને છે કે ટીસીએસ પોતાના સીનિયર એક્ઝીક્યૂટિવ્સનું ધ્યાન રાખે છે. જેથી તેઓ વિરોધી કંપનીઓમાં છોડીને જતા નથી.

tcs business news