મૂડીઝ દ્વારા ભારતને મળી ચેતવણી ચીનનો વૃદ્ધિદર વધવાની આગાહી

30 November, 2012 06:36 AM IST  | 

મૂડીઝ દ્વારા ભારતને મળી ચેતવણી ચીનનો વૃદ્ધિદર વધવાની આગાહી

જાહેર ક્ષેત્રની બૅન્કોની અસ્કયામતોને નહીં સુધારે તથા ખાદ્યન્નના માગ-પુરવઠા વચ્ચેના તફાવતને દૂર નહીં કરે તો લાંબા ગાળે એને સમસ્યાઓ નડી શકે છે. આજની તારીખે મૂડીઝે રોકાણના ગ્રેડને સ્થિર બનાવ્યો છે, પરંતુ તેણે આપેલી ચેતવણીની અવગણના કરી શકાય એમ નથી એવું આર્થિક બાબતોના એક નિષ્ણાતે કહ્યું છે. આ બાબતોમાં સુધારણા નહીં લવાય તો મૂડીઝ દ્વારા અપાતા ભારતના રેટિંગ પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે એમ તેણે કહ્યું છે.

આવા સમાચારોની વચ્ચે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટે (ઓઇસીડી) કહ્યું છે કે ચીનમાં ૨૦૧૩માં ૮.૫ અને ૨૦૧૪માં ૮.૯ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવામાં આવે એવી ધારણા છે. ૨૦૧૨ના ચીનના ધારણા કરતાંં નબળા આંકડાઓને લીધે કૉમોડિટી બજારમાં મેટલ્સ અને એનર્જી ક્ષેત્રે થોડી ચિંતા પ્રવર્તતી હતી એ ઓઇસીડીના અહેવાલને પગલે દૂર થાય એમ લાગે છે. આ સાથે નોંધવું ઘટે કે આ સંસ્થાએ યુરોપની સ્થિતિને ગંભીર ચિંતા ઉપજાવનારી ગણાવી છે.