કોઈ ભારતીય કંપની નથી કરી શક્યું તેવું રિલાયન્સે કરી બતાવ્યું

08 December, 2012 09:17 AM IST  | 

કોઈ ભારતીય કંપની નથી કરી શક્યું તેવું રિલાયન્સે કરી બતાવ્યું


કંપનીએ સરેરાશ ૭૨૯ રૂપિયાના ભાવે ૪.૬૦ કરોડ જેટલા શૅર્સ બજારમાંથી ખરીદ્યા છે. કોઈ ભારતીય કંપની દ્વારા આ બિગેસ્ટ શૅર બાયબૅક છે. અગાઉ પિરામલ હેલ્થકૅર કંપનીએ ૨૦૧૧માં ૨૫૦૮ કરોડ રૂપિયાના શૅર્સ બાયબૅક કર્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શૅર બાયબૅક સ્કીમ ફેબ્રુઆરી ૨૦૧૨માં શરૂ થઈ હતી એ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ બંધ થશે.

આ સ્કીમ મુજબ કંપની શૅરદીઠ મહત્તમ ૮૭૦ રૂપિયાના ભાવે શૅર ખરીદશે. કંપનીનો ટાર્ગેટ ૧૦,૪૪૦ કરોડ રૂપિયાના શૅર્સની ખરીદીનો છે.