મારુતિનું ઑક્ટોબરમાં વેચાણ ૫૩ ટકા ડાઉન

02 November, 2011 08:30 PM IST  | 

મારુતિનું ઑક્ટોબરમાં વેચાણ ૫૩ ટકા ડાઉન

 

માનેસરમાંથી સ્વિફ્ટનું ઉત્પાદન થાય છે. એની ૧ લાખ કારનું બુકિંગ છે જેની ડિલિવરી હજી આપવાની બાકી છે.

સ્થાનિક બજારમાં ૫૧,૪૫૮ યુનિટ્સનું વેચાણ થયું હતું, જે ઑક્ટોબર ૨૦૧૦માં ૧,૦૭,૫૫૫ યુનિટ્સનું હતું. આમ ડોમેસ્ટિક સેલ્સમાં ૫૨.૧૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિકાસમાં પણ ૬૩.૫૬ ટકાનો ઘટાડો થતાં એ ૧૧,૩૫૬ વાહનોથી ઘટી માત્ર ૪૧૩૭ વાહનોનું થયું હતું.

પૅસેન્જર કારનું ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ ૫૫.૧૧ ટકા ઘટી ૪૧,૧૯૨ થયું હતું. મારુતિ-૮૦૦, A-Star, અલ્ટો અને વૅગનઆર મૉડલ્સનું વેચાણ ૫૪.૮૬ ટકા ઘટતાં ૫૪,૪૦૪ની સામે ૨૫,૦૦૯ નંગ થયું હતું. ઍસ્ટિલો, સ્વિફ્ટ અને રિટ્ઝના વેચાણમાં પણ ૫૬.૦૯ ટકાનો ઘટાડો થતાં ૧૦,૮૫૯ (૨૪,૭૨૯) યુનિટ્સ થયું હતું. Dzireનું વેચાણ ૪૮.૧૪ ટકા ઘટતાં ૫૦૦૧ (૯૬૪૪) વાહનોનું થયું હતું. A-Starનું વેચાણ ૮૩.૮૧ ટકા ઘટી ૩૨૦ (૧૯૭૭) કારનું થયું હતું. કિઝાશી લક્ઝરી કાર તો માત્ર ત્રણ જ વેચાઈ હતી.