મારુતિ સુઝુકી ઈન્ડિયા નવી કાર અલ્ટો ૮૦૦ લૉન્ચ કરશે

29 September, 2012 06:47 AM IST  | 

મારુતિ સુઝુકી ઈન્ડિયા નવી કાર અલ્ટો ૮૦૦ લૉન્ચ કરશે



કંપનીના વાઇસ પ્રેસિડન્ટ માર્કેટ મનોહર ભાટે કોચીમાં કહ્યું હતું કે ‘પેટ્રોલના વધી રહેલા ભાવ અને ઊંચા વ્યાજદરને કારણે સ્મૉલ કાર્સનું વેચાણ ઘટી રહ્યું છે. નવી અલ્ટો ૮૦૦માં સીએનજી ઑપ્શન પણ ઑફર કરવામાં આવશે.’

અલ્ટો કાર ઘણા લાંબા સમય સુધી કંપનીની બેસ્ટ સેલિંગ કાર રહી છે. આ વર્ષના પ્રારંભમાં સ્વિફ્ટનું વેચાણ અલ્ટો કરતાં વધારે થયું હતું.

એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૨ દરમ્યાન અલ્ટોનું વેચાણ ૩૪.૮૩ ટકા ઘટીને ૮૯,૦૦૦ નંગ થયું છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૧.૨૨ લાખ નંગ થયું હતું. ૨૦૧૧-’૧૨માં વેચાણ ૩.૦૮ લાખ નંગ થયું હતું, જે ૨૦૧૦-’૧૧માં ૩.૪૦ લાખ નંગ થયું હતું. સ્મૉલ કાર્સના વેચાણમાં ઘટાડો થવાથી એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૨ દરમ્યાન કંપનીનો બજારહિસ્સો ઘટીને ૪૦ ટકાની નીચે જતો રહ્યો હતો.

અલ્ટો કાર ૨૦૦૧માં લૉન્ચ કરવામાં આવી હતી. સ્થાનિક બજારમાં અલ્ટોનું વેચાણ અત્યાર સુધી ૨૦ લાખ કાર જેટલું અને નિકાસ ૨.૪૭ લાખ નંગ જેટલી થઈ છે.

સીએનજી = ક્રૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ