મારુતિ સુઝુકી ઇન્ડિયાના વેચાણમાં ૮૫.૫૦ ટકાનો ઉછાળો

02 November, 2012 05:46 AM IST  | 

મારુતિ સુઝુકી ઇન્ડિયાના વેચાણમાં ૮૫.૫૦ ટકાનો ઉછાળો

ઑક્ટોબર ૨૦૧૨માં કુલ વેચાણ ૮૫.૫૦ ટકા વધીને ૧,૦૩,૧૦૮ વાહનોનું થયું છે, જે ઑક્ટોબર ૨૦૧૧માં ૫૫,૫૯૫ વાહનોનું હતું. સ્થાનિક વેચાણ ૫૧,૪૫૮ નંગથી ૮૬.૬૦ ટકા વધીને ૯૬,૦૦૨ નંગ થયું છે. નિકાસ ૪૧૩૭ વાહનોથી ૭૨ ટકા વધીને ૭૧૦૬ વાહનોની થઈ છે.