મારુતિ ગુજરાત જવાનો સંબંધ માનેસરની હડતાળ સાથે નથી : કંપનીએ ખુલાસો કર્યો

04 November, 2011 06:23 PM IST  | 

મારુતિ ગુજરાત જવાનો સંબંધ માનેસરની હડતાળ સાથે નથી : કંપનીએ ખુલાસો કર્યો

 

માનેસરમાં ઔદ્યોગિક અશાંતિ થઈ એના ઘણા સમય પહેલાં જ ગુજરાતમાં રોકાણ માટેનો પ્લાન શરૂ થયો હતો. કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં જમીન ખરીદવાનો નિર્ણય વધારાની ક્ષમતા નિર્માણ કરવા માટે જ લેવાયો હતો. એની હરિયાણામાં રોકાણ માટેની યોજનાઓ યથાવત્ છે અને એમાં માનેસરના ‘સી’ પ્લાન્ટની ઍસેમ્બલી-ક્ષમતા અઢી લાખ વાહનો જેટલી વધારવાની યોજના અને હરિયાણાના રોહતકમાં વલ્ર્ડ ક્લાસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તથા ટેસ્ટ કોર્સ બનાવવાનો સમાવેશ થાય છે. આ ફૅસિલિટી માટે મારુતિ ૩૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે એવો નિર્દેશ કરતા સ્ટેટમેન્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા અઠવાડિયે કંપનીએ ગુજરાત સરકાર પાસે મહેસાણામાં ૧૫૦૦ એકર જમીન માગી છે, જેમાંથી ૪૦૦ એકર વેન્ડર્સ માટે છે.