મારુતિને માનેસરમાં મજા ન આવતાં નવો પ્લાન્ટ મહેસાણામાં

31 October, 2011 02:09 AM IST  | 

મારુતિને માનેસરમાં મજા ન આવતાં નવો પ્લાન્ટ મહેસાણામાં

 

હડતાળને કારણે છેલ્લા એક-બે મહિનામાં માનેસરમાં બનતી સ્વિફ્ટના બુકિંગમાં કૅન્સલેશન પણ જોવા મYયું હતું. ડીઝલ મૉડલમાં વેઇટિંગ પિરિયડ ૪-૫ મહિનાનો થઈ ગયો હોવાથી એમાં વધારે અસર થઈ હતી.


નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મારુતિ સુઝુકીના આગમનથી એશિયાના ઑટોમોબાઇલ હબ તરીકે ડેવલપ થઈ રહેલા આ રાજ્યના વાહન ઉદ્યોગના વિકાસને ભારે વેગ મળશે. ટ્વિટર પર તેમણે લખ્યું હતું કે ગુજરાતને નવા વર્ષે મારુતિની આ અનુપમ ભેટ છે. મારુતિ અને એના વેન્ડર્સ મળીને ગુજરાતમાં ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છે અને તેણે પોતાના માટે ૫૦૦ એકર અને વેન્ડર્સ માટે બીજી ૫૦૦ એકર જમીનની માગણી કરી છે.
સેકન્ડ ક્વૉર્ટરનો નેટ નફો ગત વર્ષના એ જ ક્વૉર્ટરના ૫૯૮.૨૪ કરોડની સામે ૨૪૦.૪૪ કરોડ રૂપિયા થઈ ગયો હતો. ઑપરેટિંગ આવક પણ ૯૧૪૭.૨૭ કરોડ પરથી ઘટીને ૭૮૩૧.૬૨ કરોડ રૂપિયા થઈ હતી. આ કવૉર્ટરલી સમયગાળામાં વાહનોના વેચાણમાં ૧૯.૫૬ ટકાનો ફૉલ આવતાં એ ૩,૧૩,૬૫૪ પરથી ઘટી ૨,૫૨,૩૦૭ના સ્તરે પહોંચ્યું હતું. માનેસરની ફેસિલિટીમાં કામદાર-અસંતોષને કારણે ૨૮,૫૩૯ વાહનોનું ઉત્પાદન લૉસ થયું હોવાનું પણ કંપનીએ જણાવ્યું હતું. ઍડવર્સ ફૉરેન એક્સચેન્જ રેટ્સને લીધે પણ નફા પર અસર થઈ


હોવાનો ખુલાસો મારુતિએ કર્યો હતો. ઈંધણના વધુ ભાવ, વ્યાજદરનો વધુ બોજ અને વેચાણ વધારવા સેલ્સ પ્રમોશનના ખર્ચમાં વધારો થવાથી ઑટો ઇન્ડસ્ટ્રી સુસ્ત રહી હોવાનો નર્દિેશ પણ કંપનીએ આપ્યો હતો.

મારુતિની સ્વિફ્ટમાં ફીઆટનું ડીઝલ એન્જિન

મારુતિ એની પૉપ્યુલર સ્વિફ્ટ કાર માટે ડીઝલ એન્જિન્સ ફીઆટ પાસેથી મેળવવાનું ડીલ બે મહિનામાં ફાઇનલ કરશે એવું કંપનીના ચૅરમૅન આર. સી. ભાર્ગવે જણાવ્યું હતું. ફીઆટના રાંજણગાવ પ્લાન્ટમાંથી આ એન્જિનો મેળવવા માટેની ચર્ચાવિચારણા ચાલી રહી છે એવો નર્દિેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે માનેસરનો સુઝુકી પાવર ટ્રેઇન ઇન્ડિયા લિમિટેડનો પ્લાન્ટ ૨૫,૦૦૦ એન્જિનની મન્થ્લી ક્ષમતા હાંસલ કરી ચૂક્યો હોવાથી આ વિચારણા થઈ રહી છે.

મોસ્ટ્લી બહુચરાજી નજીક

સરકારી સાધનોના જણાવ્યા મુજબ મારુતિએ મહેસાણા જિલ્લામાં પ્લાન્ટની જમીન ફાઇનલ કરી નથી, પરંતુ બહુચરાજી તાલુકાની આસપાસ લોકેશન નક્કી થવાની સંભાવના છે, કેમ કે એ મુંદ્રા ર્પોટ તરફ જતા હાઇવેથી વેલ કનેક્ટેડ છે અને આ બંદરેથી જ કંપની કારોની નિકાસ કરવાની યોજના ધરાવે છે. ગુજરાતમાં મૅક્સિમમ ૧૫૦૦ એકર જમીન મેળવવા મારુતિએ વિનંતી કરી છે.