બજારમાં સુસ્તી, સેન્સેક્સ 224 અંક તૂટીને 35,245 પર

26 December, 2018 06:17 PM IST  | 

બજારમાં સુસ્તી, સેન્સેક્સ 224 અંક તૂટીને 35,245 પર

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

બુધવારના કારોબારી સત્રમાં ભારતીય શેર બજારે બહુ જ સુસ્ત શરૂઆત કરી છે

સવારે સવા નવ વાગે સેન્સેક્સ 224 અંકોની કમજોરી સાથે 35,245 પર અને નિફ્ટી 64 અંકોની કમજોરી સાથે 10,598 પર કારોબાર કરી રહ્યા છે.

જ્યાં નિફ્ટી 50 શેર્સમાંથી 9 લીલા અને 1 પરિવર્તન વગર કારોબાર કરી રહ્યાં છે. જ્યાં નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.94% અને સ્મૉલકેપ 0.90%ની કમજોરી સાથે કારોબાર કરી રહ્યાં છે.

મહત્વની વાત છે કે સોમવારના કારોબાર પૂરો થતા સેન્સેક્સ 271 અંકોના ઘટાડાની સાથે 35,470 પર અને નિફ્ટી 90 અંકોના ઘટાડાની સાથે 10,663 પર કારોબાર બંધ થયો હતો.

 

આજે એશિયાઈ બજારોએ મિશ્ર શરૂઆત કરી છે. દિવસના 9 વાગ્યે જાપાનના નિક્કઈ 0.45%ની તેજી સાથે 19241 પર, ચીનની શાંઘાઈ 0.13%ના ઘટાડાની સાથે 2501, હેન્ગસેન્ગ 0.40%ના ઘટાડાની સાથે 25651 પર અને તાઈવાનના કૉસ્પી 1.54%ના ઘટાડાની સાથે 2023 પર કારોબાર કરી રહ્યાં છે. જોકે અમેરિકા બજારની વાત કરીએ તો છેલ્લા દિવસે ડાઓ જોન્સ 2.91%ના ઘટાડાની સાથે 21792 પર સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 2.71%ના ઘટાડાની સાથે 2351 પર અને નાસ્ડેક 6192 પર સપાટ બંધ થયું હતું.

bombay stock exchange sensex