માર્ચમાં મૅન્યુફૅક્ચરિંગનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટીએ રહ્યો

04 April, 2019 09:28 AM IST  | 

માર્ચમાં મૅન્યુફૅક્ચરિંગનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટીએ રહ્યો

નવા ઑર્ડરો, ઉત્પાદન અને રોજગારીમાં થયેલી મંદ વૃદ્ધિને કારણે માર્ચ મહિનામાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, એમ એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે.

માર્ચ મહિનામાં નિક્કી ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ પરચેઝ મૅનેજર્સ ઇન્ડેક્સ ફેબ્રુઆરીના ૫૪.૩થી ઘટીને ૫૨.૬ થયો હતો, જે વૃદ્ધિનો વેગ મંદ પડ્યો હોવાનું સૂચવે છે, એમ મંગળવારે જાહેર કરવામાં આવેલા રર્પિોટમાં જણાવાયું હતું.

નવા ઑર્ડરોમાં અને ઉત્પાદનમાં મંદ દરે વધારો થયો છે. ઇનપુટ અને આઉટપુટ ચાર્જીસમાં વધારો તેની લાંબા ગાળાની સરેરાશની નીચે રહ્યો છે. જોકે બિઝનેસ સેન્ટિમેન્ટ સાત મહિનાની ટોચે રહ્યું છે, એમ આઇએચએસ માર્કેટનાં પ્રિન્સિપલ ઇકૉનૉમિસ્ટ અને અહેવાલનાં લેખિકા પોલિયાના દ લિમાએ કહ્યું હતું.

આ પણ વાંચોઃ ૨૦૧૯ના 3 મહિનામાં કંપનીઓએ IPO દ્વારા આશરે ૬૪.૮૨ અબજ રૂપિયા એકત્ર કર્યા

વૈશ્વિક પડકારો ભાવિની ચિંતા ઊપજાવે છે છતાં કંપનીઓ વિદેશમાંથી નવા ઑર્ડર પ્રાપ્ત કરવામા સફળ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

news