મહિન્દ્રની સ્કૉર્પિયો રેનોની ડસ્ટરને ઓવરટેક કરી ગઈ

08 September, 2013 04:44 AM IST  | 

મહિન્દ્રની સ્કૉર્પિયો રેનોની ડસ્ટરને ઓવરટેક કરી ગઈ


આ સ્પર્ધામાં ટકી રહેવા તેમ જ આગળ વધવા માટે વિવિધ ઑટો કંપનીઓ પ્રયાસ કરી રહી છે. આ માટે વેચાણ વધારવાના પ્રયાસ કરવામાં આવે છે. નવાં-નવાં મૉડલ્સ લૉન્ચ કરવામાં આવે છે જેની ફ્યુઅલ એફિશિયન્સી વધારે હોય તેમ જ કિંમત સ્પર્ધાત્મક હોય.

ચાલુ કૅલેન્ડર વર્ષમાં રેનોના યુટિલિટી વેહિકલ ડસ્ટરનું વેચાણ જૂન સુધી મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રની સ્કૉર્પિયો કરતાં વધારે હતું, પરંતુ છેલ્લા બે મહિના જુલાઈ અને ઑગસ્ટમાં સ્કૉર્પિયોનું વેચાણ ડસ્ટર કરતાં વધારે રહ્યું છે.

જોકે જાન્યુઆરીથી ઑગસ્ટ દરમ્યાન આઠ મહિનાના સમયગાળામાં ડસ્ટરનું વેચાણ સ્કૉર્પિયો કરતાં વધારે રહ્યું છે. આ સમયગાળામાં ડસ્ટરનું વેચાણ ૩૬,૫૪૫ નંગ થયું છે, જ્યારે સ્કૉર્પિયોનું સેલ ૩૨,૮૬૭ નંગ થયું છે.

જાન્યુઆરીથી જૂન દરમ્યાન દર મહિને ડસ્ટરનું વેચાણ સ્કૉર્પિયો કરતાં વધારે રહ્યું છે, પરંતુ જુલાઈ અને ઑગસ્ટમાં સ્કૉર્પિયોનું વેચાણ વધારે થયું છે. જુલાઈમાં ડસ્ટરનું વેચાણ ૩૦૮૯ નંગ અને ઑગસ્ટમાં ૨૯૬૭ નંગ થયું છે. એની સામે સ્કૉર્પિયોનું વેચાણ જુલાઈમાં ૩૨૫૬ નંગ અને ઑગસ્ટમાં ૩૨૫૬ નંગ થયું છે.