મહિન્દ્રાએ XUV500 રેન્જમાં ન્યૂ બેઝ W3 વેરિઅન્ટ કર્યું લૉન્ચ

10 May, 2019 06:32 PM IST  |  મુંબઈ

મહિન્દ્રાએ XUV500 રેન્જમાં ન્યૂ બેઝ W3 વેરિઅન્ટ કર્યું લૉન્ચ

મહિન્દ્રાએ XUV500 રેન્જમાં ન્યૂ બેઝ W3 વેરિઅન્ટ કર્યું લૉન્ચ

W3 વેરિઅન્ટ તાત્કાલિક અસર સાથે મહિન્દ્રાની તમામ ડિલરશિપમાં ભારતભરમાં ઉપલબ્ધ થશે.પ્લશ ન્યૂ XUV500નાં નવા W3 વેરિઅન્ટ વિશે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ઓટોમોટિવ ડિવિઝનનાં સેલ્સ એન્ડ માર્કેટિંગનાં વડા વીજય રામ નાકરાએ કહ્યું હતું કે, “XUV500 પ્રીમિયમ SUV સેગમેન્ટ ઊભી કરવામાં પથપ્રદર્શક છે તથા એની આકર્ષક ડિઝાઇન તેમજ હાઈ-ટેક ખાસિયતો અને રોમાંચક પર્ફોર્મન્સનાં વિશિષ્ટ પેકેજ સાથે નવા માપદંડો સ્થાપિત કર્યા છે. અત્યારે W3 વર્ઝન લોંચ કરવાથી વાહન વિવિધ જરૂરિયાત ધરાવતાં ગ્રાહકો માટે વધારે સુવિધાજનક બન્યું છે. મને ખાતરી છે કે, મૂલ્યની સામે પોતાની ઉત્કૃષ્ટ ખાસિયત સાથે આ નવું વેરિઅન્ટ અમારાં ગ્રાહકોનાં નવા સેટની જરૂરિયાત પૂર્ણ કરશે.”


W3 વેરિઅન્ટની મુખ્ય ખાસિયતો:
-ચિતાથી પ્રેરિત આકર્ષક ડિઝાઇન
-114 kW પાવર અને 360 Nm ટોર્ક સાથે mહૉક155 એન્જિન
-6 જનરેશન eVGT (ઇલેક્ટ્રોનિકલી કન્ટ્રોલ્ડ વેરિએબલ જીયોમેટ્રી ટર્બોચાર્જર)
-6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન
-પ્રોજેક્ટર હેડલેમ્પ્સ
-જેક્વાર્ડ ફેબ્રિક અપહોલ્સ્ટેરી
-ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ
-EBD સાથે ABS
-તમામ 4 વ્હીલસ પર ડિસ્ક બ્રેક્સ
-ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ડ્યુઅલ HVAC
-પાવર-એડજસ્ટેબલ ORVMs
-એન્જિન ઇમ્મોબિલાઇઝર

આ પણ વાંચોઃ Mahindra Bolero નવા અવતારમાં થશે ભારતમાં લૉન્ચ

XUV500 વિશે
XUV500 મહિન્દ્રાની ફૂલ-સાઇઝ, પ્રીમિયમ SUV ઓફર છે. વર્ષ 2011માં લોંચ થયા પછી અત્યાર સુધી XUV500ને એનાં ગ્રાહકો અને સમીક્ષકો પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. લોંચ થયાનાં પ્રથમ વર્ષમાં જ એ ઓટો નિષ્ણાતો પાસેથી સૌથી વધુ 22 એવોર્ડ મેળવનારી કાર બની હતી અને બ્રાન્ડને અન્ય અનેક પુરસ્કારો મળ્યાં હતા. આ વર્ષો દરમિયાન XUV500એ 2.4 લાખ સંતુષ્ટ ગ્રાહકો સાથે ડિઝાઇન, હાઇ-ટેક અને પર્ફોર્મન્સમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. XUV500 પ્રીમિયમ SUV ગ્રાહકો માટે પસંદગીની બ્રાન્ડ તરીકે જળવાઈ રહેશે અને એણે નેશનલ રેલી ચેમ્પિયનશિપમાં એની અસરકારકતા પુરવાર કરી છે, જ્યાં એ 2018 અને 2017માં ચેમ્પિયન બની છે. XUV500નાં માલિકો ઉદ્યોગમાં સૌપ્રથમ પર્પલ ક્લબ+ ઑનરશિપ અનુભવ પ્રોગ્રામ ધરાવે છે, જે વિશિષ્ટ જીવનશૈલી અને સેવાનાં અધિકારો ધરાવે છે.

anand mahindra