મહારાષ્ટ્રમાં ટેક્સટાઇલ્સ સેક્ટરમાં ૨૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે

05 September, 2012 05:24 AM IST  | 

મહારાષ્ટ્રમાં ટેક્સટાઇલ્સ સેક્ટરમાં ૨૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે

આ નવા પ્રોજેક્ટ્સ દ્વારા કુલ ૨૪૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થશે. જે કંપનીઓ મહારાષ્ટ્રમાં રોકાણ કરવાની છે એમાં ઓસવાલ સ્પિનિંગ, જિન્દાલ પૉલિનોટ, ઇપ્કો સ્પિનર, ગિની ઇન્ટરનૅશનલ, મહેતા સ્પિનર્સ, ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ વગેરે અગ્રણી કંપનીઓનો સમાવેશ છે.’

મહારાષ્ટ્રની કાપડનીતિમાં રોકાણકારોને ૧૦ ટકા કૅપિટલ સબસિડી અને ૧૨ ટકા સબસિડી વ્યાજમાં આપવામાં આવે છે. આ નીતિને મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, કર્ણાટક અને તામિલનાડુના ઉદ્યોગપતિઓએ પણ આવકારી છે.

નસીમ ખાને ઉમેર્યું હતું કે ‘ગુજરાતના રોકાણકારોને મૂડીરોકાણનું આમંત્રણ આપવા માટે એકાદ સપ્તાહમાં અમદાવાદ જઈશ. મહારાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે તેમ જ મૂડીરોકાણની વિપુલ તકો છે અને સરકારી નીતિ અનુકૂળ છે એ વિશે ગુજરાતના સાહસિકો સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવશે.’