લિસ્ટિંગ નૉમ્ર્સનો ભંગ કરનારી કંપનીઓને એક લાખનો દંડ થશે

30 July, 2012 06:10 AM IST  | 

લિસ્ટિંગ નૉમ્ર્સનો ભંગ કરનારી કંપનીઓને એક લાખનો દંડ થશે

લિસ્ટિંગ નૉમ્ર્સનો ભંગ કરવા બદલ અત્યારે મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જે ૧૫૦૦ જેટલી કંપનીઓનું ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું છે. ૪૦૦ જેટલી વધુ કંપનીઓએ પણ લિસ્ટિંગનાં ધોરણોનો ભંગ કરેલો છે. આ કંપનીઓએ બૅલેન્સશીટની વિગતો શૅરહોલ્ડિંગ પેટર્ન, ર્બોડની વિગત વગેરે માહિતી શૅરબજારને સબમિટ નથી કરી.

કમિટીએ ભલામણ કરી છે કે જે કંપની લિસ્ટિંગના નિયમોનું પાલન ન કરે એવી કંપનીઓ અને એમના પ્રમોટરો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એમનાં અકાઉન્ટ્સ ફ્રીઝ કરવાં જોઈએ અથવા તો એમની સામે ક્રિમિનલ કમ્પ્લેઇન ફાઇલ કરવી જોઈએ. કંપની-લૉમાં સુધારો કરવો જોઈએ અને જે કંપનીઓ લિસ્ટિંગના નિયમોનું પાલન ન કરે એમને લિક્વિડેશનમાં લઈ જવા માટેની છૂટ આપવી જોઈએ.

કમિટીએ જે કેટલીક ભલામણો કરી છે એની વિગતો જોઈએ.

દર ડિફૉલ્ટદીઠ ૫૦,૦૦૦ રૂપિયાની પેનલ્ટી, ઍન્યુઅલ રિપોર્ટ સબમિટ ન કર્યો હોય તો ૫૦,૦૦૦ રૂપિયાની પેનલ્ટી, પ્રાઇસ સેન્સિટિવ માહિતી જાહેર કરવામાં વિલંબ થયો હોય તો દરેક દિવસદીઠ ૫૦૦૦ રૂપિયાની પેનલ્ટી, રોકાણકારો પાસેથી જે પૈસા ઊભા કર્યા હોય એનો નક્કી કરવામાં આવેલા ઉદ્દેશ માટે ઉપયોગ ન કર્યો હોય તો ૧૦,૦૦૦ રૂપિયાની પેનલ્ટી, કૉર્પોરેટ ગવર્નન્સનો ભંગ કર્યો હોય તો એક લાખ રૂપિયાની પેનલ્ટી, ર્બોડમીટિંગની વિગતો ફાઇલ કરવામાં વિલંબ થયો હોય તો દિવસદીઠ ૨૫,૦૦૦ રૂપિયા તેમ જ સક્રિય વેબસાઇટ મેઇન્ટેન ન કરી હોય તો ૫૦,૦૦૦ રૂપિયાની પેનલ્ટી લાગશે.

સેબી = સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા