10 October, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે LG ઇલેક્ટ્રૉનિક્સના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)એ ઇતિહાસ સર્જી દીધો હતો.
ગઈ કાલે LG ઇલેક્ટ્રૉનિક્સના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)એ ઇતિહાસ સર્જી દીધો હતો. આ IPOને સબસ્ક્રાઇબ કરવાનો કાલે છેલ્લો દિવસ હતો. રોકાણકારોમાં આ IPO માટે ભારે ડિમાન્ડ જોવા મળી હતી. ૧૧,૬૦૭ કરોડ રૂપિયાનો આ IPO ૭ ઑક્ટોબરે ખૂલ્યો હતો. ત્રીજા દિવસના અંતે કંપનીના ૩૮૫ કરોડથી વધારે શૅર માટે બોલી લાગી, જ્યારે ઑફર પર માત્ર ૭.૧૩ કરોડ જેટલા શૅર છે, એટલે કે IPOમાં ૫૪.૦૨ ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. ભારતનો આ પ્રથમ IPO છે જેના સબસ્ક્રિપ્શન માટે લાગેલી બોલી ૪ લાખ કરોડને પાર ગઈ હતી. આ IPO માટે શૅરની પ્રારંભિક કિંમત પ્રતિશૅર ૧૦૮૦થી ૧૧૪૦ રૂપિયા સુધીની હતી અને બિડ માટેની લૉટ-સાઇઝ ૧૩ શૅરની હતી.