મહીનાના છેલ્લા દિવસે સેન્સેક્સ 40,000થી નીચે, NIFTY પણ 12, 000થી ડાઉન

31 May, 2019 05:44 PM IST  |  મુંબઈ

મહીનાના છેલ્લા દિવસે સેન્સેક્સ 40,000થી નીચે, NIFTY પણ 12, 000થી ડાઉન

જાણો માર્કેટના હાલચાલ

સ્થાનિક શેર બજારમાં શરૂઆતના ઉછાળા બાદ ગિરાવટ જોવા મળી. મધ્યાહ્ન સત્ર દરમિયાન સેન્સેક્સ 40, 000ના મનોવૈજ્ઞાનિક સ્તરથી લપસીને નીચે આવી ગયો. NSEનો સૂચકાંક નિફ્ટી પણ 12,000ના સ્તરથી નીચે આવે છે. વડાપ્રધાનની આગેવાનીમાં નવા મંત્રી મંડળના ગઠન બાદ શુક્વારે સ્થાનિક શેર બજારના પ્રમુખ સંવેદી સૂચકાંક સેન્સેક્સ પાછળના સત્રના પ્રમાણે 177.77 અંક એટલે કે 0.30 ટકાના ઘટાડા સાથે 39, 714.20 પર બંધ થયો અને નિફ્ટી પણ 23.10 અંક એટલે કે 0.19 ટકાના ઘટાડા સાથે 11, 922.80 રહ્યો.

કારોબારના આરંભના BSEના 30 શેર વાળા સંવેદી સૂચકાંચ સેન્સેક્સ પાછળના સત્રના મુકાબલે તેજી સાથે 39, 998.91 પર ખુલ્યો અને 40, 122.34 સુધી ઉછળ્યો. આ પહેલા સેન્સેક્સ 23 મેના દિવસે લોકસભા ચૂંટણીની મતગણતરી પ્રમાણે વલણોથી ઉત્સાહિત થઈને 40, 124.96 સુધી ઉછળ્યો હતો. જો કે આ રેકોર્ડ ઉંચા સ્તર પર હતો. જ્યારે નીચેના સ્તર પર 39, 374.24 પર રહ્યો.

આ પણ વાંચોઃ પી. સી. જ્વેલર્સને ત્રણ મહિનામાં 376.80 કરોડ રૂપિયાનું નુક્સાન

નેશનલ સ્ટૉક એક્સચેન્જના 50 શેર વાળા સંવેદી સૂચકાંક નિફ્ટી સવારે તેજી સાથે 11, 999.80 પર ખુલ્યો અને કારોબાર દરમિયાન 12, 039. 25 સુધી ઉછળ્યો જ્યારે નીચલા સ્તર પર 11, 829.25 રહ્યો.

national stock exchange business news